Charotar Sandesh
Devotional festivals આર્ટિકલ

નવરાત્રિના નવ દિવસો એટલે આત્મ ઉપાસના દ્વારા શક્તિ સંચય કરવાનો સુંદર સમય

નવરાત્રિ

આજના યુગમાં પ્રભુએ આપેલી શક્તિઓ તેના કામ માટે વાપરવી તે શક્તિ પૂજન છે… !!

નવરાત્રિના નવ દિવસો એટલે શક્તિપૂજનના આ દિવસો એ તો આપણી મહાન સંસ્કૃતિનો સર્વોત્તમ ઉપહાર છે. હા … બીજી સંસ્કૃતિઓ શક્તિનો સ્વીકાર કરે છે, પણ તેને પાવર કે ઈહીખ્તિઅ તરીકે જ તેઓ જુએ છે. શક્તિને માતા તરીકે જોવાની દૃષ્ટિ તો માત્ર ભારતીય સંસ્કૃતિ પાસે જ છે. શક્તિમાતાની પૂજા એ તો ભારત ભૂમિની સુગંધ છે. આ સુંગધ અલૌકિક છે. આ સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિસર્જન કરતી રહેલી શક્તિએજયારેપોતાનામાંથી પોતાના બે સ્વરૂપ પ્રગટ કર્યા ત્યારે એક સ્વરૂપનેપુરૂષશક્તિ અને બીજા સ્વરૂપનેપ્રકૃતિરૂપે આપણાઋષિઓએનિહાળ્યું. આમ,પુરૂષ અને પ્રકૃતિ સાથે મળીને સૃષ્ટિનું સર્જન, પોષણ અને સંચાલન કરે છે. ધરતીનાગર્ભમાંબીજમાંથી વૃક્ષનું અને ફૂલમાંથીફળનું સર્જન આ જ શક્તિ કરે છે. એટલું જ નહીં તો એક માનવ દેહમાંથી બીજો માનવ દેહ પ્રગટાવવાનું કામ આ ચૈતન્ય શક્તિ જ કરે છે.

સૂર્ય, ચંદ્ર, તારા અને નક્ષત્રો બ્રહ્માંડમાંતરતામૂકનારી આ શક્તિ અને સૂર્યમાંથીવહેતી પ્રાણ શક્તિ બંને એક જ છે. શરીરની ત્વચા જે સંવેદના અનુભવે છે, તે પણ આ જ શક્તિ છે. જે બ્રહ્માંડના અણુએઅણુમાં વ્યાપ્ત છે. આ શક્તિનો સ્પર્શ,સાક્ષાત્કાર માણ્યોછે કે નહીં ? ત્રિકાલ સંધ્યાથી તે માણી શકશો. સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારી અને સમગ્ર બ્રહ્માંડના કેન્દ્ર સ્વરૂપ આ શક્તિની આસપાસ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો અને સમગ્ર જીવસૃષ્ટિ ઘુમતી રહે છે. તેનું દર્શન દેવતુલ્યઋષિઓ પાસેથી પામીનેમા જગદંબાની મૂર્તિની આસપાસ ઘુમતા રહીને તેની આરાધના કરવાની પરંપરા આપણે ત્યાં થઈ. કદાચ, આ વર્ણન થોડું નીરસ જરૂર લાગશે પણ શક્તિપૂજા, એ કેટલી મહત્વની પવિત્ર અને આધ્યાત્મિકતા તરફ દોરી જતી ક્રિયા છે તે સમજવું જરૂરી છે. તેથી થોડી પશ્ચાદભૂમિકાનો અહીં વિચાર કર્યો. પ્રાચીન કાળમાં શક્તિપૂજા પાછળ કેટલું પાવિત્ર્ય, ગંભીરતા, ભાવ અને ઉપાસના દૃષ્ટિ જળવાઈ રહ્યા હશે ? આવા પવિત્ર વાતાવરણમાં ક્યાંય મર્યાદાહીન વસ્ત્ર પરિધાન,અશ્લિલતા અને અધઃપતન તરફ દોરી જાય તેવા પરિબળોને સ્થાન ન હોય તેવું લાગે ! તુલસીદાસજી કહે છે : જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં રામ નહીં….

સૂર્ય, ચંદ્ર, તારા અને નક્ષત્રો બ્રહ્માંડમાં તરતા મૂકનારી આ શક્તિ અને સૂર્યમાંથી વહેતી પ્રાણ શક્તિ બંને એક જ છે, શરીરની ત્વચા જે સંવેદના અનુભવે છે, તે પણ આ જ શક્તિ છે. જે બ્રહ્માંડના અણુએ અણુમાં વ્યાપ્ત છે

આસો માસના શુક્લ પક્ષના એ પ્રથમ નવ દિવસોને આપણે નવરાત્રિ કહીએ છીએ. આ નવ દિવસોમાં આદ્ય શક્તિના નવ સ્વરૂપો જેવા કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૃષમાંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાયીનીનું ખૂબ ભાવપૂર્વક પૂજન કરાય છે.
નવરાત્રિ દરમ્યાન આદ્ય શક્તિના પ્રતીકરૂપગરબાનું સ્થાપન કરાય છે. ગરબાનું બીજું નામ ઘટ છે. તેથી ગરબાની સ્થાપના કરવાની વિધિને ઘટસ્થાપન કહેવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડના અને તેની અંદર અનંત દિવ્ય જ્યોતિરૂપ દીવડો પધરાવવામાં આવે છે. ઘટનો બીજો અર્થ શરીર થાય છે. ગરબો માટીનો બનેલો છે અને આપણું શરીર પણ માટીનું બનેલું છે. આપણા શરીરના મધ્ય ભાગમાં હૃદયાકાશમાં આત્મજ્યોતિઝળહળી રહેલી છે. તેથી આપણે ગરબાના મધ્ય ભાગમાં જ્યોતિરૂપ દીવડો મૂક્યો છે. કેટલો સુંદર અને પ્રેરક સંકેત આમાં સમાયેલો છે !! આ વિષય ખૂબ જ મનનીય છે ક્ષ અને તેમાં ઘણું ચિંતન થઈ શકે પણ લેખ વિસ્તારની મર્યાદા આંબવી ન જોઈએ !! નવરાત્રિના નવ દિવસોમાં શક્તિ માતાની ઉપાસના કરીને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રક્ષણ થાય તે માટે શક્તિ માંગવાની હોય.

સમાજમાં સાત્વિક અને નૈતિક મૂલ્યોટકાવવા માટે વિવિધ પ્રકારની શક્તિઓની જરૂર પડે જ. આ મૂલ્યો કે સદ્વિચાર, કેવળ સારા છે અગર તો જરૂરી છે તેથી ટકતાં નથી. તે ટકાવવા માટે સાત્વિક અને ઈશ્વરનિષ્ઠ લોકોએ પોતાનામાં રહેલી બધી શક્તિઓ વાપરવી પડે, કષ્ટ વેઠવું પડે, ત્યાગ કરવો પડે, પોતાની જાત ઘસવી પડે. અરે… પોતાના હાડકાંનું ખાતર કરવું પડે. માનવતા, સંસ્કૃતિ કે સદ્વિચારો આમ ને આમ કદી ટકતાં નથી. જરૂર પડી ત્યારે સંસ્કૃતિ માટેદધિચિએપોતાના જ હાડકાં આપીને સંસ્કૃતિ ટકાવી છે. નિષ્ક્રિય બેસીને નામ-જપ, કીર્તન, ભજન કે ભગવાનને કાકલૂદી કરીને, પ્રાર્થના કરીનેય ધર્મ કે માનવતાનું રક્ષણ ન થઈ શકે. ભગવાન પલાયનવાદી, નિષ્ક્રિય અને આળસુ લોકોની પ્રાર્થના કદી સાંભળે ખરા ? એનો સાચુકલો દાખલો ઈતિહાસનાપાનાઓમાં હજી સચવાયેલો છે.ભગવાનને કદાચ પલાયનવાદી માણસોનીવૃતિની ખબર હશે તેથી જ કેવળ રામ રામ કરીને બેસી રહેનારા લોકોને ઉદેશીનેભાગવતમાં સ્પષ્ટ રીતે પૂછ્યું છે કે મદર્થેર્થેપરિત્યાગોભો ગસ્યચસુખસ્યચ… (મારા વિચારો સમાજમાં સ્થિર કરવાના). મારા કામ માટે તે તારા સુખ અને સ્વાર્થનો ત્યાગ કરીને તું કેટલો ઘસાયો? જો તેમ ન કરવાનો હોય તો તું મારો ભક્ત શાનો? તું મારો લેણિયાત ગણાય ! તું તારા સ્વાર્થ માટે જ મને ભજે છે !!

ખુદ વેદવ્યાસે પણ પાંડવોને ચોખ્ખી ભાષામાં ચેતવણી આપી હતી કે સાત્વિકતા અને સંસ્કૃતિ ટકાવવી હશે તો તમારે શક્તિની ઉપાસના કરીને ભગવાન પાસેથી વધારે શક્તિ માંગવી જ પડશે. લભ્યાધરિત્રીતવવિક્રમેણજ્યાયાંશ્ચ વીર્યાસ્ત્રબલૈર્વિપક્ષઃ ા અતઃ પ્રકર્ષાયવિધિર્વિધેયપ્રકર્ષત ન્ત્રાહિરણેજયશ્રી… અર્થાત તમારે સામર્થ્યથી,પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. તમારે વધુ શક્તિશાળી બનવાનું છે. જે વધુ સામર્થ્યવાન અને સાધન સંપન્ન હોય તેને જ યુદ્ધમાં વિજય મળે છે.

ધર્મનું રક્ષણ થાય તેમ ઇચ્છનાર ચામડીચોર, સ્વાર્થલોલુપ કે નિષ્ક્રિય પલાયનવાદી અને કેવળ ઉંચાસાદે ભજન ગાનારના અવાજથી ભગવાન પીગળતા નથી. પવિત્ર સોમનાથ જ્યોતિર્લીંગ ઉપર માત્ર ગણ્યાગાંઠ્યાબહાદૂર સૈનિકોને લઈને મહંમદ ગઝની અહીં આવીને મંદિર લૂટી ગયો. અને નબળા લોકો બે હાથ જોડીને ભજન ગાતા બેસી રહ્યા. તે વખતે ત્યાં હાજર રહેલા અને આ લૂંટફાટને જોઈ રહેલા માણસો શું ઓછા હતા ? ના.. એક હજાર બ્રાહ્મણો ત્યાં રોજ પૂજા કરવા બેસતા. ત્રણ સો લોકો તો ત્યાં ક્ષૌર કર્મ (મૂંડન) માટે બેસતા.તો દર્શનાર્થીઓ તો કેટલી મોટી સંખ્યામાં હશે ?વિચારો… ! હાજર રહેલા લોકોએ આ મૂર્તિભંજકને ખાલી પડકાર્યો હોત તો પણ તે નાસી જાત ! પણ ખમીર લાવવું ક્યાંથી ?એ કહો. હાજર બ્રાહ્મણોએ ત્યાં પંચપાત્ર તરભાણું છોડીને શસ્ત્રો હાથમાં લેવા જોઈતા હતા. પણ એ લોકો ઊંચા અવાજે મંત્રો બોલીને, નાક પકડીને, હવામાં પાણી ઉછાળવામાં અને દર્ભની સળી પકડીને બેસી રહ્યા હતા.

એ લોકોને એમ હશે કે વારંવાર સોમનાથની જે બોલાવવાથીમૂર્તિભંજક મહંમદ ભાગી જશે પણ એવું કાંઈ થયું નહીં. આજે દુર્ભાગ્યવશાતવેદ વ્યાસેસમજાવેલી શક્તિ ઉપાસના ભૂલાઈ ગઈ છે. ચારે બાજુથી પ્રમાદ, શ્રુંગારપ્રિયતા, ભોગવાદ, સંયમહીનતા અને નિર્લજ્જપણાએ માઝા મૂકી દીધી છે. સામેની વ્યક્તિમાંવિકારો જાગે તેવા પોષાક, બિભત્સ લાગે તેવી વર્તણૂક અને આંધળા અનુકરણવૃતિએ શિષ્ટાચારનો છેદ ઉડાવી દીધો છે. આબાલ વૃદ્ધ સૌને આ વૃતિએઅભડાવી દીધા છે. તેમાં અમુક વર્ગ જરૂર અપવાદ રૂપ હશે. બાકી લજ્જા અને યૌવનને વિવેકની ચાદરમાં ઢાંકવી જોઈએ. એ વિચાર ‘આઉટ ડેટેડ’ થઈ ગયો છે, તેનું સમાજશાસ્ત્રીઓનેદુઃખ છે.

  • પ્રાસંગિક : કિશોર મહેતા

Other Article : સ્ત્રીની સુંદરતા માણવી, જાણવી અને જીવવી એ ત્રણેય એકબીજાથી તદ્દન ભિન્ન ક્રિયાઓ છે ??

Related posts

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ?

Charotar Sandesh

Sunday is Funday : રવિવારની રજાનો દિવસ એ સૌને ખૂબ જ પ્રિય હોય છે : વાંચો આર્ટિકલ

Charotar Sandesh

क्या है नववर्ष तिथि चैत्र शुक्ल प्रतिपदा ? सूर्योदय के समय ब्रह्माजी ने जगत की रचना की थी ।

Charotar Sandesh