Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં થયો ફેરફાર

ક્રિકેટ

કોલંબો : ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસમાં એક પછી એક ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકાની ટીમના બે સભ્યો ઇંગ્લેંડથી પાછા ફર્યા હતા અને તે બંને કોરોના સંક્રમિત થતા ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ જુલાઇથી શરૂ થયેલી શ્રેણીને ૧૮ જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી.

હવે વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચનો સમય પણ બદલાયો છે.ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે યજમાન દેશના બોર્ડે પણ એક નવો સમય જાહેર કર્યો છે.

શ્રીલંકા ક્રિકેટએ જાહેરાત કરી, ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે ૨ઃ૩૦ ની જગ્યાએ બપોરે ૩ વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે ૭ વાગ્યાથી શરૂ થવાની હતી.

શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોવિડ -૧૯ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડને આ બંનેના અઈસોલેશન માટે વધુ સમયની જરૂર છે. આ કારણે કાર્યક્રમમાં મોડું થઈ રહ્યું છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી ૧૮ જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા બે અઠવાડિયાથી શ્રીલંકામાં ૨૦ સભ્યો સાથે પ્રેક્ટિસ કરી રહી છે. બીજી તરફ, શ્રીલંકાના ક્રિકેટરોને પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે. આ ટૂરની બધી મેચ સોની સિક્સ, સોની ટેન-૩ અને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચાહકો તેની લાઇવ સ્ટ્રીમિંગને સોની લિવ પર જોઈ શકશે.

Other News : ઇટલીએ ઈંગ્લેન્ડને ૩-૨થી હરાવી યૂરો કપ-૨૦૨૦નું ટાઇટલ જીત્યું

Related posts

કેપ્ટન વિરાટ કોહલીને કદાચ ફરી આ રેકોર્ડ તોડવાનો મોકો નહીં મળે

Charotar Sandesh

આઈપીએલનું શિડ્યુલ જાહેર : ર૬ માર્ચથી સિઝન શરૂ થશે, પહેલા આ બે ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે

Charotar Sandesh

રોનાલ્ડોનો બીજો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટીવ…

Charotar Sandesh