Charotar Sandesh
વર્લ્ડ

સિડનીમાં લોકડાઉન સામે આક્રોશ, હજારો લોકોએ વિરોધમાં કાઢી રેલી

લોકડાઉન

સિડની : ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ જન જીવન થાળે પડી રહ્યુ છે.

ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલા લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આજે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા તહા.વિક્ટોરિયા પાર્ક તેમજ બ્રોડ વે પર મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને નારા લગાવીને લોકડાઉનનો વિરોધ કર્યો હતો. દેખાવકારોએ બેનરો અને પોસ્ટરો સાથે નારાજગી દર્શાવીને પગપાળા રેલી પણ કાઢી હતી. લોકોએ લોકડાઉન ખતમ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે.

આ વિરોધ પ્રદર્શનની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.એક યુઝરે લખ્યુ હતુ કે, સિડનીમાં લોકડાઉનના વિરોધમાં થઈ રહેલા દેખાવોમાં લોકો માસ્ક વગર જોડાયા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન પણ કરી રહ્યા નથી.

Other News : અમેરિકી વાયુસેનાએ તાલિબાનના અનેક સ્થાનો પર હુમલા કર્યા

Related posts

દુબઇના પ્રિન્સ શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની ૨૭૧ કરોડ રૂપિયા લઇ રફ્ફૂ

Charotar Sandesh

અમેરિકામાં ૨૪ કલાકમાં અઢી લાખથી વધુ કેસ નોંધાયા : રેકોર્ડબ્રેક ૩૭૦૦ લોકોના મોત…

Charotar Sandesh

બાઈડેન પ્રશાસનમાં ભારતીય મૂળના લોકોનો વધ્યો દબદબો…

Charotar Sandesh