Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓનલાઇન સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

કેવડિયા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે ૨૦ હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા છે. જેને લઇને ઓનલાઇન ટિકિટ માટેનું સર્વર ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. કેવડિયા સ્થિત સ્વાગત કચેરીમાં પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

પ્રવાસીઓનું કહેવું હતું કે, તેઓએ ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચ્યા પણ ટિકિટ બુક થઈ નથી. તેઓના એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ ગયા, એકાઉન્ટમાંથી રૂપિયા તો કપાઈ ગયા, પરંતુ, ટિકિટ ન મળતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ અટવાઇ પડતા ભારે રોષ જોવા મળ્યો હતો.

છેવટે ઓનલાઇન બુકિંગની જગ્યાએ ઓફલાઇન ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પહેલા પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં જવાનો મોકો ન મળતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટ ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે.

Other News : જેની આંખમાં કમળો હોય તેને બધુ પીળું જ દેખાય : કોંગ્રેસ પર વરસ્યા રૂપાણી

Related posts

પક્ષમાં પદ કે ટિકિટ માટે કોઈ ગોડ ફાધરના ભરોસે ન રહે, મેરીટ જોવાશે : પાટીલ

Charotar Sandesh

વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા શરૂ : સવારથી મતદારોની લાંબી કતારો

Charotar Sandesh

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં યોજાઈ આઈઆઈટીઈ ની પરીક્ષા…

Charotar Sandesh