Charotar Sandesh
વર્લ્ડ

યુકેની બેન્કે ખાતેદારોના એકાઉન્ટમાં ૧૩૦૩ કરોડ રૂપિયા ભૂલથી નાંખી દીધા : લોકોને લાગ્યું સરકારે ક્રિસમસ ગીફ્ટ આપ્યું

યુકેની બેન્કે

બ્રિટન : યુકેમાં ક્રિમસમ તહેવારમાં અનોખી ઘટના સામે આવી છે, જેમાં યુકેની બેન્કે ખાતેદારોના એકાઉન્ટમાં ૧૩૦૩ કરોડ રૂપિયા ભૂલથી નાખી દીધા હતા, આ ગરબડ ટૅકનિકલ એરરના કારણે થઈ ગઈ છે. સદભાગ્યે તેને કારણે કોઈ ગ્રાહકને નુકસાન નથી થયું. પરંતુ દુર્ભાગ્યે બેન્કનું ભારે નુકસાન થઈ ગયું છે. પૈસા કાયદા મુજબ વસૂલવામાં આવશે.

બ્રિટનમાં ચોરીના કાયદા ૧૯૬૮ મુજબ ગ્રાહકના ખાતામાં ભૂલથી જમા થઈ ગયેલા પૈસા બેન્ક ખાતામાંથી પાછા લઈ શકે છે.

ગ્રાહક પૈસા ન ચૂકવે તો ૧૦ વર્ષની કેદ થાય

બેન્કને શંકા છે કે ક્રિસમસ હોવાથી મોટાભાગના ગ્રાહકોએ માન્યું હશે કે સરકારે સાન્તા ક્લોઝ બનીને ક્રિસમસ બોનસ આપ્યું છે અને પૈસા ઉડાડી દીધા હશે. જેમણે પૈસા વાપર્યો નહીં હોય તેમણે પોતાના અન્ય બચતખાતામાં ટ્રાન્સફર કરી દીધા હશે. ઘણા ગ્રાહકોના અન્ય બેન્કમાં ખાતા છે, પરંતુ કાયદા મુજબ અન્ય બેન્કના ખાતામાંથી પૈસા વસૂલી શકાય તેમ નથી સેન્ટેન્ડર બેન્કે જણાવ્યું કે એ પૈસા બીજી બેન્કો પાસેથી પાછા મેળવવા માટે બેન્ક દ્વારા બાર્કલેઝ, એચએસબીસી, નેટવેસ્ટ, કો-ઓપરેટીવ બેન્ક અને વર્જિન મની સહિત અન્ય બેન્કો સાથે વાત ચાલુ કરી દીધી છે. જે લોકોએ પૈસા વાપરી દીધા હશે તેમની ઓળખ કરીને તેમની સાથે સીધી વાત કરવામાં આવશે.

બ્રિટનની સેન્ટેન્ડર બેન્ક ૨,૦૦૦ કંપનીઓના ૭૫,૦૦૦ કર્મચારીઓના ખાતામાં ક્રેડિટ સિસ્ટમ પ્રમાણે પગારની રકમ ડિપોઝિટ કરી રહી હતી ત્યારે ભૂલથી પેમેન્ટ બે વખત થઈ ગયું. પહેલી વખત તો નિયમ મુજબ જે તે કંપનીના ખાતામાંથી રકમ ડિપોઝિટ થઈ, પરંતુ બીજી વખત સેન્ટેન્ડર બેન્કના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા. કુલ ૧૩ કરોડ પાઉન્ડ (આશરે ૧,૩૦૩ કરોડ રૂપિયા) વધારાના જતા રહ્યા. જોગાનુજોગ આ ભૂલ ક્રિસમસની સવારે થઈ એટલે લોકોને ક્રિસમસની સવારે વધારાના પૈસા મળ્યા.

લોકોએ તેને ક્રિસમસનું બોનસ માની લીધું. બેન્કને ગરબડની ખબર પડી તો પરસેવો છૂટી ગયો. બેન્કે ગ્રાહકો પાસેથી પૈસા પાછા લેવા ‘પે-યુકે’ સાથે સૌપ્રથમ વાત કરી છે.

Other News : કોરોના-ઓમિક્રોનના દહેશત વચ્ચે ન્યુઝીલેન્ડમાં ન્યુ યરની ઉજવણી : સિડની હાર્બરમાં ધમાકેદાર આતશબાજી

Related posts

ઓસ્ટ્રેલિયામાં ૫૦ ડોલરની નોટ પર છપાયો ‘ખોટો શબ્દ’, સરકારને ૭ મહિને ખબર પડી!

Charotar Sandesh

કોરોનાનો કેર : અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધારો કર્યો

Charotar Sandesh

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ : રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ

Charotar Sandesh