Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સામેની લડાઈમાં Vaccinationના આંકડા ચિંતાજનક : ૩૦ ટકા લોકોને જ બંને ડોઝ અપાયા

વેક્સીનેશન (Vaccination)

નવીદિલ્હી : કોરોના વાયરસનો આપણા દેશમાં પગપેસારો થવાને બે વર્ષ જેટલો સમય થઈ ચુક્યો છે. કોરોના વાયરસની પહેલી લહેરમાં દેશમાં એટલો હાહાકાર નહોતો મચ્યો, જેટલો બીજી લહેરમાં મચ્યો હતો. દરમિયાન, બીજી લહેરમાં હાહાકાર મચાવ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એક્સપર્ટ્‌સ પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓને લઈને ચિંતિત છે.

જોકે, કોરોના સંક્રમિતોના આંકડાનો ગ્રાફ બીજી લહેર બાદ સતત નીચે આવી રહ્યો છે. પરંતુ, ક્યાંક-ક્યાંક તેનો ગ્રાફ ઉપર પણ જઈ રહ્યો છે. એવામાં વેક્સીનેશન (Vaccination) ને જ એકમાત્ર બચાવ માનવામાં આવી રહ્યું છે. ભારતમાં વેક્સીનેશન (Vaccination) ની વાત કરીએ તો દેશની ૧૮ કરતા વધુ ઉંમરની આબાદીમાંથી ૭૩.૬% લોકો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુક્યા છે અને તેમાંથી ૨૯.૭% લોકોએ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે.

ઘણા રાજ્યોએ ૧૦૦% લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપી દીધો છે

ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુકેલી ૧૮ વર્ષ કરતા વધુ ઉંમરની આબાદીમાં જમ્મૂ-કાશ્મીર- ૧૦૦%, પંજાબ- ૬૯.૭%, રાજસ્થાન- ૮૧.૬%, મહારાષ્ટ્ર- ૬૯.૬%, ગોવા- ૧૦૦%, આંધ્ર પ્રદેશ- ૫૩.૮%, ઝારખંડ- ૫૫.૧%, બિહાર- ૬૫.૪%, ઉત્તર પ્રદેશ- ૬૧.૪%, દિલ્હી- ૭૯.૮%, ઉત્તરાખંડ- ૯૫.૭%, લદ્દાખ- ૯૪.૨%, હિમાચલ પ્રદેશ- ૧૦૦% લદ્દાખ- ૬૬.૭%, જમ્મૂ-કાશ્મીર- ૪૯.૨%, હરિયાણા- ૩૬.૩%, રાજસ્થાન- ૩૫.૮%, મધ્ય પ્રદેશ- ૩૦.૭%, ગોવા- ૭૦.૧%, કેરળ- ૪૨.૩%, ઝારખંડ- ૧૮.૧%, બિહાર- ૧૯.૭%, ઉત્તર પ્રદેશ- ૧૭.૨%, ઉત્તરાખંડ- ૪૪.૬%, હિમાચલ પ્રદેશ- ૫૫.૫%

Other News : મોંઘવારી તો માત્ર સામાન્ય નાગરિકો માટે લોકડાઉનમાં મોદી સરકારના ૧૨ મંત્રીઓએ બંગલા અને જમીનો ખરીદી

Related posts

કંગના વિવાદ : સાધુ સંતો-વીએચપી ઊતર્યું અભિનેત્રીના સમર્થનમાં…

Charotar Sandesh

ફોર્ચ્યુન ગ્લોબલ-૫૦૦ લિસ્ટમાં રિલાયન્સ દેશની ટૉપ કંપની બની…

Charotar Sandesh

કોરોનાથી દેશભરમાં ૭૧૮ લોકોનાં મોત : સંક્રમણના કેસ ૨૩,૦૦૦ને પાર…

Charotar Sandesh