Charotar Sandesh
ઈન્ડિયા

Vaccine : હવે ૨ થી ૧૮ વર્ષના બાળકોને આ રસી અપાશે : મંજુરી મળી ગઈ

બાળકોને કોવેક્સિન

નવી દિલ્હી : ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ ૨૧ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, પેડિયાટ્રિક કોવેક્સિનને લગભગ ૧,૦૦૦ વિષયો સાથેનો ૨/૩ તબક્કો પૂર્ણ કર્યો છે અને ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે.

રસી સંબંધિત ટ્રાયલ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બરના અંતમાં, ભારત બાયોટેકે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ઉપયોગ કરવા માટે કોવિડ વિરોધી રસી કોવેક્સિનનો બીજો -ત્રીજો તબક્કો પૂર્ણ કરી લીધો હતો. આ દરમિયાન, કંપનીએ કહ્યું હતું કે ઓક્ટોબરમાં કોવેક્સિનનું ઉત્પાદન ૫.૫ મિલિયન ડોઝ સુધી પહોંચશે, જે સપ્ટેમ્બરમાં ૩.૫ મિલિયન ડોઝ છે.કોરોનાની રસી અંગે બાળકો માટે રાહતના સમાચાર છે. ૨ વર્ષથી ૧૮ વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે.

મળતી માહિતી મુજબ, ભારત બાયોટેકની કોવેક્સિનનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. રસીકરણ દરમિયાન બાળકોને કોવેક્સિનના બે ડોઝ પણ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવશે. હાલમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના લોકોને કોરોના વિરુધ્ધની રસી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બાળકો માટે કોરોનાની રસી મેળવવાની પદ્ધતિ પુખ્ત વયના લોકો જેવી જ હશે. રસી બાળકોને ઈન્જેક્શન દ્વારા જ આપવામાં આવશે અને બે ડોઝ આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકોને રસી આપવાનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ઉચ્ચ જોખમ ધરાવતા બાળકોને આમાં પ્રાથમિકતા મળી શકે છે.

કોવેક્સિનને ભારત બાયોટેક અને ICMRએ મળીને બનાવી છે. આ ભારતની પહેલી સ્વદેશી વેક્સિન છે અને કોરોના વાયરસના વિરુદ્ધ કોવેક્સિન ક્લીનિકલ ટ્રાયલ્સમાં ૭૮ ટકા અસરદાર સાબિત થઇ છે. કોવેક્સિન કોરોના વેક્સિનને બાળકો માટે મંજૂરીની ખબર રાહત આપનાર છે. કારણ કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે માટે જ જો પહેલાથી બાળકોને રસી આપવાનું શરૂ કરવામાં આવે તો બાળકોને બચાવી શકાશે.

Other News : રેલવેએ રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ પાન-ગુટખાં ખાઇને મરાતી પિચકારીના ડાઘ સાફ કરવામાં કર્યો

Related posts

ડોકટરોની હડતાલ સજ્જડ : સ્વાસ્થ્ય સેવાઓ વેરવિખેર… ઠેર-ઠેર દેખાવો-ધરણા-પ્રદર્શન…

Charotar Sandesh

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય : પીએમ મોદી

Charotar Sandesh

ભારતમાં કોરોનાની સ્થિતિ વણસતા પીએમ મોદીએ બોલાવી હાઈલેવલ મિટિંગ…

Charotar Sandesh