Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ- ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા

વડતાલમા તમાકુના વ્યસન

આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે એ દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું છે. વ્યસન મુકત સમાજ એ શાંતિયુક્ત સમાજનો પાયો છે.

આજે વડતાલમા તમાકુના વ્યસનથી દૂર રહેવા માટે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે આ કેમ્પની અંદર ઉપસ્થિત યુવકોને પ્રતિજ્ઞા લેવરાવતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શા.શ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી સજ્જન જનતાને મારી કરબદ્ધ વિનંતી છે આપડા ધર્મશાસ્ત્રોમાં વ્યસનનો ત્યાગ કરવાનું કહ્યું છે.ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષપત્રીમાં વ્યસન કરવાની સદંતર મનાઈ ફરમાવી છે અને તમાકુ આદિનું સેવન કરવું નહીં એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આજે દુનિયામાં વસતા તમામ લોકો પોતાના સ્વશરીરની સુખાકારી માટે તમાકુ સેવાનનો ત્યાગ કરે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આપડે સંસ્કાર,સંસ્કૃતિ અને માતાપિતાના વારસના આપડે જીવંત વારસદાર છીએ માટે આપણે એક વાત મનમાં ગાંઠ વાળવી કે મારા કુટુંબમાં વ્યસન કરીશ નહીં અને વ્યસન કરવા કોઈને દઇશ નહીં.

આવા વિશ્વાસ સાથે આવી દ્રઢતા સાથે આજના તમાકુ દિવસની ઉજવણી કરવી જોઈએ અને ભગવાન સ્વામિનારાયણે જ્યાં બેસીને શિક્ષાપત્રી લખી છે એ વડતાલની ભૂમિ માંથી એક કરબદ્ધ પ્રાર્થના કરવી છીએ.આજે સ્ટુડન્ટ્સ પોલીસ કેડરના તમામ યુવકોને વ્યસન મુક્ત રહેવા તમાકુમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવરાવી અને એ હોંશે હોંશે કહ્યું અમે અમારા જીવનમાં અમારા પરિવારમાં તમાકુ આવવા દેશું નહીં એનો મને આનંદ છે. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું આપડે આપડા આવતા જનરેશનને માત્ર સંપતિ કે મકાનો જ નહીં આ સંસ્કાર પણ આપવા જ છે અને આપવા જ જોઈએ તો દરેક માતાપિતા પોતે વ્યસનમુક્ત બને અને પોતાના યુવાન દીકરા દીકરીઓ કોઈ પણ વ્યસનમાં ન જાય એ માટે ખાસ પ્રાર્થના કરજો.

Other News : વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર-૮ની પૂર્ણાહુતિ : 5000 બાળ – બાલિકાઓ તથા યુવાનોએ શિક્ષા – સંસ્કારનું ભાતું બાંધ્યું

Related posts

સાત પગલાં ખેડૂત કલ્‍યાણ અંતર્ગત આણંદ, બોરસદ અને પેટલાદ ખાતે સહાય યોજનાના લાભાર્થીઓને લાભાન્‍વિત કરાયા…

Charotar Sandesh

નડિયાદ સંતરામ મંદિર, ડાકોર મંદિર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઈ, જુઓ તસ્વીરો

Charotar Sandesh

જાહેરમાં જુગાર રમતા નામચીન ખંડણીખોર અજ્જુ કાણીયા સહિત ૮ જુગારીઓ ઝડપાયા…

Charotar Sandesh