Charotar Sandesh
સ્પોર્ટ્સ

ન્યુઝીલેન્ડ સામે હાર બાદ છ મહિના થી ઘર-પરિવાર થી દૂર છીએ : જસપ્રિત બુમરાહ

જસપ્રિત બુમરાહ

મુંબઈ : ભારતને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે કિવી ટીમ સામે માત્ર ૧૧૧ રનનો પડકાર આપ્યો હતો. કિવી ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પરાજયથી ભારતની સેમિફાઇનલમાં જવાની આશાને મોટો ફટકો પડ્યો છે અને તેનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે તેને છેલ્લી ત્રણ મેચમાં જીતની જરૂર પડશે.

બુમરાહે જણાવ્યું કે બેટ્‌સમેનો સાથે કેવા પ્રકારની ચર્ચા ચાલી રહી હતી. તેણે કહ્યું, એકવાર તમે ટોસ હાર્યા પછી બીજા દાવમાં વિકેટ બદલાઈ જાય છે. તેથી મેં વિચાર્યું કે આપણે બોલરોને થોડો અવકાશ આપવો જોઈએ. આવી જ ચર્ચા બેટ્‌સમેનો સાથે પણ થઈ રહી હતી. અમે થોડા વહેલા આક્રમક બની ગયા અને લાંબી બાઉન્ડ્રીને કારણે થોડી મુશ્કેલી પડી. તેમણે ધીમા બોલનો શાનદાર ઉપયોગ કર્યો હતો. તેમણે વિકેટનો શાનદાર ઉપયોગ કર્યો અને અમારા બેટ્‌સમેન માટે મોટા શોટ મારવાનું મુશ્કેલ બનાવી દીધું. સિંગલ્સ પણ આવતા ન હતા.

ICC T20 વર્લ્‌ડ કપ-૨૦૨૧ માં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હાર ભારતીય ટીમને મળી છે. હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ના મુખ્ય બોલરોમાંથી એક જસપ્રીત બુમરાહ, બાયો બબલમાં રહેવાની પરેશાનીઓને કહેવા આગળ આવ્યો છે. તેણે સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી છે. કોવિડને કારણે, આજકાલ ટીમોએ સમગ્ર શ્રેણી દરમિયાન બાયો બબલમાં રહેવું પડે છે. બાયો બબલ બનાવવામાં આવે છે, જેથી ટીમના સભ્યોને કોઈપણ રીતે કોવિડનો ચેપ ન લાગે. ખેલાડીઓ કે સ્ટાફ આ બાયો બબલમાંથી બહાર જઈ શકતા નથી. કારણ કે તેનાથી કોવિડના સંક્રમણ નો ખતરો છે.

વર્લ્‌ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓ ICC T20માં ભાગ લઈ રહ્યા હતા. આમાં પણ ખેલાડીઓ બાયો બબલમાં હતા. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ખેલાડીએ બાયો બબલમાં રહેવાથી આવતી મુશ્કેલીઓ વિશે વાત કરી હોય. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ આ વિશે વાત કરી ચૂક્યા છે.

Other News : ફરી જંગ જામશે : રવિવારે ભારત અને ન્યુઝીલેન્ટ વચ્ચે સેમિફાઈનલમાં પહોંચવા લડાઈ

Related posts

રોહિત શર્માની સદીની માઇકલ વૉને ભરપેટ પ્રશંસા કરી…

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ચોક્કસપણે યોજવાની આયોજકોને ભરોસો…

Charotar Sandesh

કોહલીએ બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો, રહાણેની પ્રશંસા કરી…

Charotar Sandesh