Charotar Sandesh
વર્લ્ડ

WHOની ચેતવણી : ઓમિક્રોન વેરિઅન્ટ ૮૯ દેશોમાં ફેલાઈ રહ્યું છે, આવું રહેશે તો બમણા કેસ આવશે

ઓમિક્રોન વેરિઅન્ટ

USA : ઓમિક્રોન વેરીએન્ટના સંકમિતમાં બે પાંચ દેશો નથી હવે તો કોરોનાના ઓમીક્રોન વાઇરસ થી ૮૯ દેશોમાં ફેલાયો છે. ત્યારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી છે કે જો આવી પરિસ્થિતિ જ રહેશે તો ઓમીક્રોનના કેસોમાં બમણો વધારો થઇ શકે છે. જ્યાં ઓમિક્રોન બ્રિટન અને અમેરિકામાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી રહી છે. યુરોપમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે.

વિવિધ યુરોપિયન દેશો ઓમિક્રોનથી ઉદ્ભવતા કોવિડ-૧૯ના સંભવિત નવી લહેરને ટાળવાના પ્રયાસમાં કડક નિયંત્રણો લાદી રહ્યા છે. જેના કારણે પેરિસથી લઈને બાર્સેલોના સુધીના લોકોએ પણ વિરોધ શરૂ કરી દીધો છે.

ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના મંત્રીઓ રોગચાળાના ઝડપી પ્રસારને કારણે એલર્ટ પર છે

અહીં યાત્રા પર પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. ફ્રાન્સે નવા વર્ષના દિવસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્કમાં થિયેટર, કોન્સર્ટ હોલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યા છે. આયર્લેન્ડમાં, પબ અને બારમાં રાત્રે ૮ વાગ્યા પછી કર્ફ્‌યુ લાદવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ઇન્ડોર અને આઉટડોર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.

અહીં લોકોને સંબોધતા વડાપ્રધાન માઈકલ માર્ટિને કહ્યું કે વાયરસથી લોકોના જીવન અને આજીવિકાને બચાવવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અન્ય દેશો પણ આવું કરી શકે છે. ડેનિશ સરકારના પ્રધાનો નિષ્ણાત સમિતિની સલાહ પર ચર્ચા કરવા માટે મળ્યા છે. સમિતિએ આંશિક લોકડાઉનની સ્થિતિને વધુ કડક બનાવવા જણાવ્યું છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા અત્યાર સુધીમાં ૮૯ પર પહોંચી ગઈ છે. સંસ્થાએ એ પણ ધ્યાન દોર્યું કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં તે સ્થળોએ ઝડપથી ફેલાય છે જ્યાં સમુદાય ટ્રાન્સમિશનનું સ્તર ઊંચું છે. દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. WHOના આ નિવેદન બાદથી વિશ્વભરમાં ઓમિક્રોન વિશે ચિંતા વધી ગઈ છે.

યુનાઈટેડ નેશન્સ એજન્સીએ શુક્રવારે ઓમિક્રોન સાથે વ્યવહાર કરવાની તૈયારી અંગેનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો.

Other News : ફ્લાઈટમાં ૩૯ ટકા મુસાફરો કસ્ટમર સર્વિસથી નારાજ : નવેમ્બર મહિનામાં જ ૫૫૪ ફરિયાદો નોંધાઈ

Related posts

૭૦ ટકા ચીની પ્રજા વેજીટેરીયન તરફ વળી : ચીકન-ફીશ જેવી ૪-પ નોનવેજ ચીજો સિવાઇ તમામ પ્રાણીઓના માંસ ઉપર મનાઇ…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયામાં ૫૦ ડોલરની નોટ પર છપાયો ‘ખોટો શબ્દ’, સરકારને ૭ મહિને ખબર પડી!

Charotar Sandesh

રાષ્ટ્રપતિની ચૂંટણી : ટ્રમ્પ-બાઈડન વચ્ચે ૨૯ સપ્ટેમ્બરે થશે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ…

Charotar Sandesh