Charotar Sandesh
ગુજરાત

ફસાઇ ગયેલા ગુજરાતીઓને રવિવારે સ્વદેશ પરત લવાશે : સરકાર

વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તે પછી તમામનું સઘન સ્કેનિંગ કરવામાં આવશે…

વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ ગુજરાત આવીને સીધા ઘરે નહી જઇ શકેઃ સરકારી કવોરોન્ટાઇન અનિવાર્ય…

એરપોર્ટ પર તપાસતા કોરોનાના લક્ષણ જણાય તો હોસ્પિટલે ખસેડાસે, નહિતર અલાયદી વ્યવસ્થામાં…

ગાંધીનગર : વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં ફરી વળેલી કોરોના વાઈરસના ચેપની મહામારીને પરિણામે ફસાઈ ગયેલા અને પરત ન આવી શકતા ગુજરાતના ૧૦૦૦ વિદ્યાર્થીઓને દસમી મે એ ગુજરાત પરત લાવવામાં આવશે, એવી જાહેરાત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરી છે. આ વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તે પછી તમામનું સઘન સ્કેનિંગ કરવામાં આવશે.

આ સ્કેનિંગ બાદ યોગ્ય જણાશે તો તેમને તેમના ઘરે જવા દેવામાં આવશે. અન્યથા તેમને આઈસોલેશન સેન્ટરમાં ક્વોરન્ટાઈન કરાશે. વિદેશમાં ફસાયેલા વિદ્યાથીઓ અમદાવાદ એરપોર્ટ પર આવે તે વખતે તેમની તબીબી ચકાસણી કરવા માટેની સુવિધા બરાબર કરવામાં આવી છે કે નહિ તેની ચકાસણી કરવા માટે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એરપોર્ટ ખાતે ગયા હતા અને એરપોર્ટ પર કરવામાં આવેલી તૈયારીની ચકાસણી કરી હતી.
એક હજાર વિદ્યાર્થીઓ ૧૦મી મેએ સવારે આવી પહોચશે. કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે અમલી બનાવાયેલા ર્નબંર્ગુહ માં વિદેશમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓને વિદેશથી પરત લાવવા રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. વિદેશ મંત્રાલય સાથે પરામર્શમાં રહીને કરેલા પ્રયાસો ના ફળદાયી પરિણામ સ્વરૂપે ૧૦મી મેના રોજ સવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે.

Related posts

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ…

Charotar Sandesh

પોલીસ પ્રત્યે પ્રજાના રોષના કારણ જાણવા આ આઈપીએસ ‘કોફી વીથ વિપુલ’ કાર્યક્રમ યોજશે… જાણો…

Charotar Sandesh

OJAS વેબસાઈટમાં ખામી સર્જાતા તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો : જાણો વિગત

Charotar Sandesh