Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ-૨૦૨૦ : જાણો કઇ ટીમમાં ક્યા-કયા ખેલાડી સામેલ…

મુંબઇ : ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ૧૩મી સીઝન UAE માં ૧૯ સપ્ટેમ્બરથી રમાવાની છે, જેનો ફાઇનલ મુકાબલો ૧૦ નવેમ્બરે રમાશે. તેના માટે બધી ટીમ તૈયારીઓ કરી રહી છે, પરંતુ ખેલાડીઓ જ્યારે યૂએઈ પહોંચશે ત્યારબાદ ત્યાં ટ્રેનિંગ સત્ર શરૂ કરશે. આઈપીએલ ૨૦૨૦ પોતાના નક્કી સમય કરતા છ મહિના મોડી શરૂ થશે. કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.

આઈપીએલનું આયોજન વિદેશી ધરતી પર કોરોના મહામારી વચ્ચે થવાનું છે. તેવામાં બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મળીને માનક સંચાલન પ્રક્રિયા એટલે કે એસઓપી તૈયાર કરી છે, જે મુજબ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ ૨૪ ખેલાડીઓ પોતાની સાથે યૂએઈ લઈ જઈ શકે છે. માત્ર ત્રણ ટીમોની પાસે ૨૫ ખેલાડી છે અને બાકી ટીમોની પાસે ૨૪ કે તેથી ઓછા ખેલાડી છે. તેવામાં જાણો કઈ ટીમમાં કેટલા અને ક્યા-ક્યા ખેલાડી છે.

મુંબઈ ઈન્ડિયન્સ- ૨૪ ખેલાડી
રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.

ચેન્નઈ સુપર કિંગ્સ-૨૪ ખેલાડી
એમએસ ધોની, અંબાતી રાયડુ, સુરેશ રૈના, દીપક ચાહર, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્‌વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી નાગિદી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.

કોલકત્તા નાઇટ રાઇડર્સ- ૨૩ ખેલાડી
દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, હેરી ગાર્ની, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, પ્રવીણ તાંબે (સત્તાવાર ચુકાદો આવવાનો બાકી છે) અને નિખિલ નાઈક.

સનરાઇઝર્સ હૈદરાબાદ – ૨૫ ખેલાડી
ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ.

રાજસ્થાન રોયલ્સ-૨૫ ખેલાડી
સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વ્હોરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોમર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાતીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશેન થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.

દિલ્હી કેપિટલ્સ-૨૨ ખેલાડી
શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, જેસન રોય, એલેક્સ કેરી, શિમરોન હેટ્‌માયર , ક્રિસ વોક્સ, માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.

કિંગ્સ ઇલેવન પંજાબ-૨૫ ખેલાડી
કેએલ રાહુલ, કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્‌લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભાસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ધિલ્લોન અને ઇશાન પોરેલ.

રોયલ ચેલેન્જર બેંગલુરૂ- ૨૨ ખેલાડી
વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પદીકલ, પાર્થિવ પટેલ, ગુરકિરતસિંહ, મોઇન અલી, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસ, પવન દેશપંડે, એરોન ફિંચ , જોશુઆ ફિલીપી, શાહબાઝ અહેમદ, કેન રિચર્ડસન, ડેલ સ્ટેન અને ઇસુરુ ઉડાના.

Related posts

રોહિત શર્માને સૌથી નાના ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ : મોન્ટી પાનેસર

Charotar Sandesh

ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બન્યો…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : વૉર્નર અંતિમ વન-ડે અને ટી-૨૦ સિરીઝમાં બહાર…

Charotar Sandesh