Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : બોરીઆવી ગામેથી ગૌવંશ માંસ સાથે સાત શખ્સોની ધરપકડ કરતી રૂરલ પોલીસ…

આણંદ : લોકડાઉનના સમય દરમ્યાન બોરીઆવી ગામે હાથીયા તલાવડી સીમમાં કેટલાક શખ્સો ભેગા થઈ ખાણીપીણીનો પ્રોગ્રામ કરતા હોય, જેથી આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી કુલ સાત શખ્સોની આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ રૂરલ પોલીસે કુલ સાત શખ્સોની આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…

પ્રાપ્ત માહિતી અનુસાર, નાયબ પોલિસ અધિક્ષકશ્રી બી.ડી. જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આઈ.એન. ઘાસુરા, પોસઈ આણંદ રૂરલ તથા એએસઆઈ પાર્થકુમાર વિનોદભાઈ તથા અ.હેડ.કો. કીરણભાઈ નાનુભાઈ તથા અ.હેડ.કો. અશોકકુમાર ફુલચંદ તથા અ.પો.કો. કીરપાલસિંહ ઘનશ્યામસિંહ બોરીઆવી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ અને બોરીઆવી ગામે હાથીયા તલાવડી વિસ્તારમાં આવતા હકીકત મળેલ કે હાથીયા તલાવડી સીમમાં અલ્તાફભાઈ ઈસુબભાઈ વહોરાના તબેલામાં કેટલાક માણસો ભેગા થઈ ખાણીપીણીનો પ્રોગ્રામ કરતા હોય જેથી સદર જગ્યાએ જઈ ખાતરી તપાસ કરી તબેલામાં અલ્તાફભાઈ વ્હોરા, મહંમદ સાહિલ, મહંમદ ફરહાન, અલ્ફાજ વ્હોરા, સમીર વ્હોરા નાઓને ઝડપી પાડેલ. સદર પુછપરછ કરતાં આ માંસ અનવરભાઈ કુરેશી, રહે. આણંદ ઈસ્માઈલ નગર મટર બજાર નાઓ ગૌવંશની કતલ કરી વેચાણ કરેલ હોય જેમાંથી રબ્બાની અબ્દુલ રહેમાન કુરેશી રહે. આણંદ ઈસ્માઈલનગર નાઓ મારફતે અનવરભાઈ પાસેથી મંગાવીને ખાણીપીણી માટે બનાવેલ હોવાથી હકીકત આણંદ રૂરલ પોલીસ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવાતા હોબાળો…

Charotar Sandesh

​ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી..

Charotar Sandesh

અલારસા ગામમાં તળાવમાંથી મળેલ શિવલિંગને લઈ શ્રદ્ધાળુઓએ ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યોં

Charotar Sandesh