Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

ઇકોનોમીને વેગવંતુ બનાવવા જાહેર કરાયેલ પેકેજ લઘુ-મધ્યમ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવશે..?

સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં જાહેર કરવામાં આવેલું વીસ લાખ કરોડનું રાહત પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મદદરૂપ બનશે કે કેમ…?

વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં જાહેર કરવામાં આવેલું વીસ લાખ કરોડનું રાહત પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મદદરૂપ બનશે કે કેમ? ખેતી પ્રધાન દેશમાં ખેડૂત જ પાયમાલ છે ત્યારે બમણી આવક શક્ય નથી જેના કારણે આગામી વર્ષોમાં ઉત્પાદનમાં વૃદ્ધિ શક્ય નથી. અનાજ અને તેલીબિયાં પાકોમાં ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહ્યું છે પરંતુ તેની સામે ખેડૂતોને ઊપજના પણ પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે મોટા ભાગના રાજ્યોમાં ખેડૂત ખેતીથી દૂર થઈ રહ્યો છે તે વાસ્તવિક છે. કોરોના વાઇરસ ઇફેક્ટ દૂર નહીં થાય અને જ્યાં સુધી કેશ ટ્રાન્ઝેક્શન વેગવંતુ નહીં બને ત્યાં સુધી એગ્રિ કોમોડિટીમાં તેજીના સંકેતો અગ્રણી ટ્રેડરો નકારી રહ્યાં છે. ટ્રેડરો-સ્ટોકિસ્ટોના છેલ્લા બે માસથી વેપાર અટકવા સાથે નાણાં ફસાયા હોવાનું જણાવી રહ્યાં છે. દેશના અર્થતંત્રની ફૂલગુલાબી વાતો જ થઈ રહી છે ત્યારે કોરોના વાઇરસના કારણે અર્થતત્રને મોટો ફ્ટકો પડશે. જ્યાં સુધી ગ્રાહકલક્ષી ડિમાન્ડ નહીં આવે ત્યાં સુધી નાણાકીય કટોકટી સર્જાયેલી રહેશે. ૨૦૧૯-૨૦ વર્ષ માટે ખરીફ સિઝન ફેલ ગઈ પરંતુ રવી સિઝનમાં રેકોર્ડ ઉત્પાદન રહ્યાં બાદ ઉનાળુ વાવેતર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેને ધ્યાનમાં લેતા બજારમાં ભાવ ઘટયાં હતા.

કઠોળમાં આયાત પર નિયંત્રણ અને નિકાસ પરના પ્રતિબંધ દૂર કરીને ખેડૂતોને સારા ભાવ મળે તે માટે આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી ખેડૂતો સુધી ભાવ વધારાનો લાભ પહોંચ્યો નથી. દેશમાં કઠોળની ખાદ્ય છે. આ ઉપરાંત સરકારના અયોગ્ય નિર્ણયોના કારણે મોટા પાકે ખેડૂતો પૂરતા ભાવ મેળવી શકતા નથી. જ્યારે નબળા પાકે સરકાર પણ ભાવને કાબૂમાં લેવા માટે સતત નિષ્ફ્ળ નીવડી રહી છે. નિકાસને વેગ આપવો હોય તો નિકાસ માટે અલગથી સબસિડી પૂરી પાડે તે જરૂરી છે. ચાલુ વર્ષે કઠોળની આયાત સરેરાશ ૨૫ ટકા વધીને ૩૫ લાખ ટનથી વધી જાય તેવા સંકેતો છે. જો સરકાર આયાત ડયૂટીના બદલે નિકાસકારોને રાહત આપે અને સરકારી એજન્સીઓ દ્વારા કઠોળનો મોટા પાયે બફ્ર સ્ટોક કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે છે અને વર્ષાન્તે વપરાશકર્તાઓને પણ ઊંચા ભાવનો બોજો સહન કરવો ન પડે, સાથે-સાથે ફુગાવાને પણ કંટ્રોલમાં રાખી શકાય છે.

ખેડૂતો-સ્ટોકિસ્ટો-ટ્રેડરોની આવક ચાલુ વર્ષે ૨૦થી ૨૫ ટકા ઘટી જશે…

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો લક્ષ્યાંક છે પરંતુ નબળા કે સારા પાકે ખેડૂતોને ક્યારેય પૂરતા ભાવ નથી મળતા તે નક્કી છે. ખરીફ સિઝન નિષ્ફ્ળ થઈ પરંતુ રવી સિઝનમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું ખેડૂતનો માલ બજારમાં આવવાનો સમય હતો ત્યારે કોરોના વાઇરસ ત્રાટકતા વેપાર ચક્ર ખોરવાઈ ગયું. માર્કેટ યાર્ડોમાં વેકેશન જેવો માહોલ છે. ખેડૂતો માલ વેચી શકે તેવી સ્થિતિ નથી. ટેકાના ભાવ પણ ખેડૂતો મેળવવામાં વંચિત રહ્યાં હતા. એટલું જ નહીં નાણાકીય શોર્ટેજ, વૈશ્વિક તેમજ સ્થાનિકમાં નબળી માગના કારણે સ્ટોકિસ્ટો પણ સ્ટોકથી દૂર રહ્યાં છે. આમ સરેરાશ ખેડૂતો, સ્ટોકિસ્ટો તથા ટ્રેડરોને ચાલુ વર્ષે આવકમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો થાય તેવા સંકેતો છે.

સરકારે નાના-મધ્યમ ઉદ્યોગો માટે પેકેજ જારી કર્યું તે આવકારદાયક બાબત છે પણ હજુ પેકેજની અમલવારીને લઈ સ્થાનિકે કોઈ સચોટ સ્પષ્ટીકરણ થયું નથી. સ્પષ્ટીકરણ સાથે પેકેજની સુચારુ અમલવારી થવી આવશ્યક હોવાનું કહેતા તેમણે વેપારીઓ સમજી શકે તે રીતે પેકેજનો લાભ આપવામાં આવે તે જરૂરી છે. રઅર્થતંત્રની કપરી પરિસ્થિતિઓ વચ્ચે નાણામંત્રી સીતારામને આ રકમનું વર્ગીકરણ કરી અને જે રાહતો આપી એ થકી ભારતના અર્થતત્રને ફરીથી એક મોટી રાહત ઊભી થશે.આ યોજનાનું એમેન્ડમેન્ટ આવ્યા બાદ જ  કેટલો લાભ મળશે તે સ્પષ્ટ પણે કહી શકાય. એન.પી.એ થયેલા એકમોને લોન આપવાની બાબતને તેમણે ખોટી ગણાવી હતી. એક તો પૈસા ગયા છે બીજા કેટલા પૈસા સરકારે ગુમાવવાના છે તેવો સવાલ તેમણે કર્યો હતો. આ યોજના દેખાય તો સારી છે પરંતુ હજુ તેને સરળ કરવી જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. લોનના વ્યાજમાં રાહત અપાત તો વધુ ફાયદો મળત કોરોના વાયરસના સંક્રમણથી ઉદ્યોગોને થયેલા નુકસાનમાંથી ઉગારવા માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ લઘુ ઉદ્યોગો માટે જારી કર્યું છે તે સારું છે પરંતુ જમીન ઉપર આવે ત્યારે સાચું તેવું મંતવ્ય ઉદ્યોગકાર દામજીભાઈ   ભાનુશાળીએ વ્યકત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વગર ગેરેંટીએ  કોઈ લોન આપતું નથી. બેન્કો બે કરોડની પ્રોપર્ટી પાછળ એક કરોડની લોન આપે છે. ત્રણ ત્રણ સર્વેયર દ્વારા તપાસ કર્યા બાદ લોન આપે છે. આનાં કરતાં સરકારે લોનના વ્યાજમાં ત્રણ ટકા જેટલી રાહત આપી હોત તો  મોટો ફાયદો ઉદ્યોગકારોને મળ્યો હોત.

હવે આવનારા સમયમાં વેપારીઓ, ખેડૂતો ને આ યોજના અથવા પેકેજ કેટલી રાહત આપશે એ તો સમય જ કહેશે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતને યોગ્ય દિશામાં યોગ્ય યોજના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તો નાનામાં નાના વ્યક્તિને કામ આવશે અને સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો ફળીભૂત થશે.
  • પિન્કેશ પટેલ : “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Charotar Sandesh

૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, ‘રેવા’ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ઘોષિત…

Charotar Sandesh

हवन में आहुति देते समय क्यों कहते है ‘स्वाहा’ ?

Charotar Sandesh