Charotar Sandesh
બોલિવૂડ

કોરોનાને પગલે પ્રકાશ રાજે સેંકડો મજૂરોને વતન પહોંચવામાં કરી મદદ…

મુંબઈ : કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે મજૂરોને તેમના ઘર સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે. સરકાર આ માચે પ્રયાસો કરી રહી છે તો ઘણા સેવાભાવીઓ પણ તેમાં મદદ કરી રહ્યા છે અને તેમાં બોલિવૂડની હસ્તીઓ પણ આવી જાય છે. તેમાંની એક હસ્તી એટલે સાઉથના એકટર અને હિન્દી ફિલ્મોમાં પણ લોકપ્રિય બનેલા પ્રકાશ રાજ. પ્રકાસ રાજ તેમના ફાર્મ હાઉસમાં રહીને પોતાના ફાઉન્ડેશન દ્વારા પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડી રહ્યા છે.

તાજેતરમાં જ પ્રકાશ રાજે ટિ્‌વટર દ્રારા એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ પ્રવાસી મજૂરોને બસમાં બેસાડી રહ્યા છે. તેમાં તેમણે લખ્યું છે માર્ગો પર પ્રવાસી, મે મારું કામ પૂર્ણ કર્યું નથી. દરરોજ સેંકડો મજૂરોની સાથે ઉભો છું. તમને પ્રાર્થના કરું છું કે તમારી નજીક કોઈ એક માટે માર્ગ શોધો, આવો ફરીથી જીવન જીવીએ. ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનારા પ્રકાશ રાજ વાસ્તવિક જીવનમાં ગરીબો માટે સુપરહીરો પુરવાર થઈ રહ્યા છે. લોકડાઉનના પ્રારંભથી જ તેઓ સતત રાહતકાર્યો કરી રહ્યા છે. વચ્ચે તેમની આર્થિક સ્થિતિ લથડી ગઈ હતી ત્યારે તેમણે લખ્યું હતું કે હું લોન લઈને લોકોની સેવા કરવા માટે તૈયાર છું.

Related posts

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ ગેંગસ્ટરનું પાત્ર ભજવશે…

Charotar Sandesh

સુનલ ગ્રોવર લાવી રહ્યો છે પોતાનો કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’

Charotar Sandesh

અચાનક ૨૪ કલાકમાં બે વખત સંભાવના શેઠની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ…

Charotar Sandesh