Charotar Sandesh
આર્ટિકલ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

જાણો શા માટે પીવું જોઈએ માટલાનું પાણી…?

ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમજ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તમે પણ તેના ફાયદા જાણીને માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો. માટીના વાસણોનો ઉપયોગ ભારતીય ઘરોમાં પોઢીઓથી પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે.
આજે પણ કેટલાક લોકો એવા છે જે આ જ માટીમાંથી બનાવેલા વાસણોમાં પાણી પીવે છે. આવા લોકો માને છે કે માટીની ધીમી ધીમી સુગંધને કારણે અને પીવાના ફાયદાઓ અને આનંદ કંઈક અલગ જ હોઈ છે. ખરેખર, માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા છે. નિષ્ણાતના કહેવા પ્રમાણે, જો માટી ના વાસણમાં પાણી રાખવામાં આવે તો તે માટીનો ગુણધર્મ મેળવે છે. તેથી ઘડામાં રાખેલું પાણી આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

માટલાનું પાણી ચયાપચયની ક્રિયામાં વધારો કરે…
માટેનું પાણી નિયમિત રીતે પીવાથી રોગપ્રતિકારક શક્તિને વેગ મળે છે.પ્લાસ્ટિકની બોટલોમાં પાણીનો સંગ્રહ કરીને તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ એકત્રિત થાઈ છે અને તે પાણીને અશુદ્ધ કરે છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે માટીના વાસણમાં પાણી રાખવાથી ટેસ્ટોસ્ટેરોન સ્તરમાં વધારો થાય છે.

માટીનું પાણી રાખે પીએચ સ્તરને સંતુલિત…
માટીનું પાણી પીવાનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં જમીનમાં ક્ષારયુક્ત ગુણધર્મો છે. આલ્કલાઇન પાણીની અમાલતા ની સાથે તે યોગ્ય પીએચ સંતુલન પ્રદાન કરે છે. આ પાણી પીવાથી એસિડિટીને રોકવામાં અને પેટના દુખાવાથી રાહત મળે છે.

ગળાની સમસ્યાઓનો ઈલાજ…
સામાન્ય રીતે આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીવાની ઈચ્છા રાખીએ છીએ. આપડે ઠંડુ પાણી પીએ છીએ પરંતુ તે ખૂબજ ઠંડુ હોવાને કારણે તે ગળા અને શરીરના ભાગોને સંપૂર્ણપણે ઠંડુ કરે છે અને તેનાથી શરીર પર ખરાબ અસર પડે છે. આના કારણે ગળાના કોષોનું તાપમાન અચાનક નીચે આવી જાય છે, જેના કારણે રોગ થાય છે. જેના કારણે ગળું પાકાવા લાગે છે અને ગ્રંથીઓ ફૂલી જવા માંડે છે પરિણામે તે શરીરના કાર્યોમાં અવરોધ શરૂ કરે છે. જ્યારે માટલાનું પાણી ગળા પર શાંત પ્રભાવ આપે છે.

ગર્ભવતી મહિલાઓ માટે માટીનું પાણી ફાયદાકારક છે…
ગર્ભધારણ કરનારી સ્ત્રીઓને ઠંડુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી. તેઓને માત્ર ઘડાનું પાણી પીવાનું કહેવામાં આવે છે. આમાં રાખેલું પાણી તેમના સ્વાસ્થ્ય માટે તો સારું છે. આ સિવાય માટીના ઘડામાં માટીની ભીની સુગંધ ભળવાથી તેમને સારું પણ લાગે છે.

માટલાનું પાણી વાત દોષને સંતુલિત કરે છે…
ઉનાળામાં લોકો ફ્રિજ નું ઠંડુ અથવા બરફનું પાણી પીવે છે, જેની તાસીર ગરમ હોઈ છે. તેનાથી વાત પણ વધે છે. ઠંડુ પાણી પીવાથી કબજિયાત થાય છે અને ઘણી વખત ગળું પણ દુખે છે. વધારે ઠંડી ન હોવાને કારણે વાતમાં વધારો થતો નથી અને તેના પાણીથી સંતોષ મળે છે. માટીને રંગવામાં ગેરુ રંગનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે. માટલાનું પાણી પીવાથી કબજિયાત અથવા તો ગળાના દુખાવાની સમસ્યાઓ થતી નથી.

માટીના વાસણ શોષી લે છે ઝેરીલા પદાર્થ…
માટીમાં શુદ્ધિકરણ ગુણધર્મો છે. પાણીમાં બધા જરૂરી સુક્ષ્મ પોષકતત્ત્વો જોવા મળે છે. તે બધા ઝેરી પદાર્થોને શોષી લે છે. પાણી યોગ્ય તાપમાન પર રહે છે, ન તો ખૂબ ઠંડુ અથવા ખૂબ ગરમ. માટીના ઘડામાં માઇક્રોસ્કોપિક છિદ્રો હોય છે. આ છિદ્રો એટલા સૂક્ષ્મ છે કે તે નગ્ન આંખોથી જોઇ શકાતા નથી. પાણીની ઠંડક બાષ્પીભવનની ક્રિયા પર આધારિત છે. વધુ બાષ્પીભવન વધારે ઠંડુ પાણી આપે છે. માટીના વાસણનું પાણી આ નાના નાના છિદ્રોમાંથી બહાર આવતું રહે છે. ગરમીને લીધે પાણી વરાળ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં, માટીના ઘડાના તાપમાનમાં ઘટાડો થાય છે અને પાણી ઠંડું રહે છે.

Related posts

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

Charotar Sandesh

આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે, બાકી સમય સમયનું કામ કરશે…

Charotar Sandesh

देवी की पूजा में ज्योति क्यों जगायी जाती है ?

Charotar Sandesh