Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ધનિક ગૌતમ અદાણીને મોટું નુકસાન : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં ત્રીજા ક્રમે પહોંચ્યા…

ત્રણ દિવસમાં અદાણીની નેટવર્થમાં ૭૦ હજાર કરોડનો ઘટાડો…

ન્યુ દિલ્હી : ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર ૩ જ દિવસમાં ૯.૪ અબજ ડોલર એટલે આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ બુધવારે ૪ અબજ ડોલર ઘટીને ૬૭.૬ અબજ ડોલર થઈ ગઈ હતી. આ ભારે ઘટાડાના કારણે જ ચીનના કારોબારી Zhong Shanshan ફરી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે, જ્યારે તેમની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, આશરે ૮૪.૫ અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.
સોમવારથી જ અદાણી ગ્રુપના શેર્સમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. ગુરૂવારે પણ અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર બીએસઈમાં આશરે ૮.૫ ટકા તૂટીને ૬૪૫.૩૫ રૂપિયાએ પહોંચી ગયા હતા. તે સિવાય અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેર્સમાં પણ ૫ ટકાની લોઅર સર્કિટ લગાવવી પડી હતી.
સોમવારે એવા સમાચાર આવ્યા હતા કે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડેએ ૩ વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં ૪૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. આ કારણે સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સ ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

Related posts

દેશમાં કોરોનાના કુલ કેસ ૬૫ લાખને પાર : ૨૪ કલાકમાં ૭૫૮૨૯ પોઝિટિવ કેસ…

Charotar Sandesh

આગામી બે વર્ષમાં ૨૫ લાખ યુવાઓને રોજગારી મળશે : યોગી આદિત્યનાથ

Charotar Sandesh

સ્વદેશી કોવેક્સિનને બીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી, ૭ સપ્ટેમ્બરથી થશે શરૂ…

Charotar Sandesh