Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડિઝલની કિંમત નક્કી કરવામાં સરકારની કોઇ ભૂમિકા નથી : નિર્મલા સીતારમણ

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાનને આંબી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આ કિંમતો હવે સંપૂર્ણ પણે માર્કેટ પર નિર્ભર થઈ ગઈ છે અને હવે સરકારની કિંમત નક્કી કરવામાં કોઈ ભૂમિકા નથી. ખાદ્યતેલ અને અન્ય ચીજવસ્તુઓની ફુગાવા પર તેમણે એમ કહ્યું કે મંત્રીઓનું એક જૂથ આ અંગે નિયમિત દેખરેખ રાખે છે.
સતત મોંઘવારી જે રીતે વધી રહી છે તેને લઇને સરકાર પર સતત દબાણ વધી રહ્યુ છે. જનતા સતત કહી રહી છે કે હવે ક્યારે મોંઘવારીમાંથી છુટકારો મળશે. ઇંધણના ભાવ વધારાને લઇને નાણાં પ્રધાને કહ્યું, ‘કઠોળ, ખાદ્યતેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ફુગાવાના કારણે ભાવ વધી રહ્યા છે ત્યારે મંત્રીઓનું એક જૂથ (જીએમએમ) નિયમિતપણે આ પાછળનાં કારણો શોધી રહ્યું છે અને આયાતને મંજૂરી આપવાની ચર્ચા કરી રહ્યું છે. ઘટતા ભાવોનું નુકસાન ખેડુતોને સહન ન કરવું તે ધ્યાનમાં રાખીને. જૂથ સપ્લાય ચેન પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કોઈ મુશ્કેલીઓ અથવા સંગ્રહખોરી ન કરે તે પણ જોવામાં આવી રહ્યુ છે.
નિર્મલા સીતારમણે કહ્યું, “ઇંધણના મામલે ભારતીય ભાવો વૈશ્વિક ભાવોની સરખામણીએ લગભગ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ટેક્સની વાત છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તે કિંમતો સાથે મેળ ખાતો નથી; કેન્દ્ર માટે લિટર દીઠ ફિક્સ દર છે, ગમે તે ભાવ હોય. રાજ્યોને જે મળે છે, તે ભાવ માર્કેટ પર આધારીત છે.
તેલના ભાવ વધે તો દર વખતે તેમની આવકમાં પણ વધારો થાય છે. તેથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઇંધણના ભાવ મુદ્દે અનેક સ્તરો છે. તેથી આપણે યાદ રાખવું પડશે કે કેન્દ્ર ભાવો નક્કી કરતું નથી; આ ભાવો બજાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે નાણામંત્રીએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યો કે પેટ્રોલ અને ડીઝલના મામલે કેન્દ્ર સરકારના હાથમાં કંઈ નથી.

Related posts

કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલની ફરી તબિયત લથડી…

Charotar Sandesh

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

Charotar Sandesh

અસલી ચોકીદારને ઓળખે દેશઃ PM સામે ઉભા રહેલા ઉમેદવારનું નિવેદન

Charotar Sandesh