Charotar Sandesh
બિઝનેસ

ભારતનો ટેક્સ-જીડીપી રેશિયો ઘટીને ૧૦ વર્ષના નીચા સ્તરે…

ટેક્સ-જીડીપીનો રેશિયો ઘટીને ૯.૮૮ ટકા પર પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતના ટેક્સ અને જીડીપીનો રેશિયો કોવિડ અગાઉના વર્ષમાં ફરી એક વખત ઘટીને દશકના તળિયે ૯.૮૮ ટકા પર આવી ગયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ કલેક્શનમાં ઘટાડો છે, જ્યારે એક્સાઇઝ ડ્યુટીમાં સામાન્ય વધારો થયો છે.
આ અગાઉના વર્ષમાં ટેક્સ અને જીડીપીનો ગુણોત્તર ૧૦.૯૭ ટકા હતો અને ૨૦૧૭-૧૮માં ૧૧.૨૨ ટકા હતો. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન આવક ઘટાડાની સંભાવના છે કેમ કે કોરોના વાયરસને કારણે કરવામાં આવેલ લોકડાઉનને કારણે આર્થિક પ્રવુતિઓ ઠપ્પ થઇ ગઈ હતી.
આ રેશિયાથી જાણવા મળે છે કે સરકાર તેના ખર્ચ માટે નાણાં પૂરા પાડવામાં સક્ષમ છે અને આ સાથે જ દેશમાં ટેક્સ રેશિયાનો પણ સંકેત છે.વિકસિત દેશોમાં તેમની જીડીપી અને ટેક્સ રેશિયો વધારે હોય છે. નાણાંકીય વર્ષના સુધારેલા બજેટ લક્ષ્યાંકની તુલનામાં ૨૦૧૯-૨૦માં કુલ કરની આવક ૩.૩૯ ટકા ઘટી છે અને સંગ્રહમાં ૧.૫ લાખ કરોડનો ઘટાડો થયો છે.
૨૦૨૦-૨૧માં વર્ષના બજેટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કુલ કરની આવકમાં ૨૦.૫ ટકાનો વધારો જરૂરી છે. ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ ૧૧ વર્ષના તળિયે ૪.૨ ટકાની સપાટીએ પહોંચી ગયો છે.
૨૦૧૯-૨૦માં કોર્પોરેશન ટેક્સમાં ૧૬ ટકાનો ઘટાડો, કસ્ટમ્સ ડ્યુટીમાં ૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક્સાઇઝ ડ્યુટીમાં ૩ ટકાનો વધારો થયો છે. ટેક્સ-જીડીપી રેશિયોના સંદર્ભમાં ભારત ઓઇસીડી દેશો કરતા ઘણા પાછળ છે, જે સરેરાશ૩૪ ટકા છે.
ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ કટ અને આર્થિક મંદીના સંયુક્ત પ્રભાવથી ટોટલ ટેક્સ કલેક્શન પર અસર પડી છે, જ્યારે સોનાના ભાવ અને ઘટતી માંગને કારણે કસ્ટમ ડ્યુટીની ઓછી આવક નોંધાઈ છે. નાયરે કહ્યું અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ ૨ માં બજેટના અંદાજની તુલનામાં કેન્દ્રીય કરમાં ૩૦ ટકાનો ઘટાડો થશે.

Related posts

૧૮ સરકારી બેન્કમાં એપ્રિલ-જૂનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા…

Charotar Sandesh

વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન સરકી છઠ્ઠા સ્થાને પહોંચ્યા…

Charotar Sandesh

વોડાફોન આઈડિયાએ કરી ભારતના કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી ચોખ્ખી ખોટ…

Charotar Sandesh