Charotar Sandesh
ઈન્ડિયા

માત્ર બળજબરીપૂર્વક સ્પર્શ કરવો યૌન હુમલો નથી : બોમ્બે હાઇકોર્ટ

માત્ર પરાણે સ્પર્શ કરવો યૌન શોષણ નથી, સ્કિન ટૂ સ્કિન સંપર્ક થવો જરૂરી…

મુંબઇ : કોઈ સગીરાને નિર્વસ્ત્ર કર્યાં વિના, તેના વક્ષ સ્થળને સ્પર્શવું, યૌન શોષણ ના કહી શકાય. બૉમ્બે હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે, કોઈ સગીરાના વક્ષ સ્થળને (સ્કિન ટૂ સ્કિન ટચ વિના) સ્પર્શવું પૉસ્કો એક્ટ અંતર્ગત યૌન શોષણની શ્રેણીમાં નથી આવતું.
બૉમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠના જજ પુષ્પા ગનેડીવાલાએ ૧૯ જાન્યુઆરીએ એક આદેશમાં કહ્યું કે, કોઈ પણ છેડછાડની ઘટનાને યૌન શોષણની શ્રેણીમાં રાખવા માટે ઘટનામાં સંભોગના ઈરાદે કરવામાં આવેલા સ્કિન ટૂ સ્કિન સંપર્ક જરૂરી હોવો જોઈએ. સગીરાને બળજબરી પૂર્વ સ્પર્ષ કરવો યૌન શોષણની શ્રેણીમાં નહીં આવે.
જજ ગનેડાવાલાએ એક સેશન કોર્ટમાં પોતાના આદેશમાં સંશોધન કર્યું, જેમાં ૧૨ વર્ષની સગીરાના યૌન શોષણ માટે ૩૯ વર્ષના વ્યક્તિને ૩ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ફરિયાદી પક્ષ અને સગીરાની કોર્ટમાં જુબાની મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં આરોપી નાગપુરનો સતીષ ખાવાની કોઈ ચીજ આપવાના બહાને સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો.
હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે, પોતાના ઘરે લઈ જઈને આરોપી સતીષે સગીરાના વક્ષ સ્થળ સ્પર્શ કર્યો હતો અને તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી હતી. જો કે આરોપીએ સગીરાને નિર્વસ્ત્ર કર્યા વિના તેના શરીરને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો હતો. આથી આ ગુનાને યૌન શોષણ ના ગણી શકાય. આ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ અંતર્ગત ગુનો છે. યૌન શોષણ ત્યારે જ ગણાય, જ્યારે આરોપી પીડિતાના કપડા હટાવીને કે કપડામાં હાથ નાંખીને શારીરિક સ્પર્શ કરે.
જ્યાં કલમ ૩૫૪ હેઠળ આરોપીને એક વર્ષની સજા થાય છે, જ્યારે પૉસ્કો એક્ટ અંતર્ગત ૩ વર્ષની સજાની જોગવાઈ છે. સેશન્સ કોર્ટે આરોપીને પૉક્સો અને ૩૫૪ હેઠળ ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જે એક સાથે ચાલવાની હતી. જો કે હાઈકોર્ટે તેને પોક્સો એક્ટમાંથી મુક્ત કરીને માત્ર ૩૫૪ હેઠળ સજા યથાવત રાખી છે.

Related posts

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે ૮૨૦ કરોડનો ધૂમાડો કર્યો…

Charotar Sandesh

ભારત વૈશ્વિક ક્ષેત્રે વૈકલ્પિક ઉર્જાનું સૌથી આકર્ષક બજાર છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ચીનને ઝટકો આપીને ભારત આવવાની તૈયારીમાં અમેરિકાની 200 મોટી કંપનીઓ

Charotar Sandesh