Charotar Sandesh
ઈન્ડિયા

રસી મૂકાવનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, લોકો ભ્રમિત ન થાય : ગુલેરિયા

ન્યુ દિલ્હી : કોરોના વેક્સીનેશન શરૂ થયા બાદથી સતત પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આખરે વેક્સીન આવતા પહેલાં જે રીતે ક્રેઝ જોવા મળી રહ્યો હતો તે હવે કેમ દેખાઇ રહ્યો નથી. આ મુદ્દા પર એમ્સના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા કરી કે ખોટા સમાચારોના લીધે કેટલાંક લોકો ભ્રમિત થયા છે પરંતુ રસી મૂકાવનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ડૉ.ગુલેરિયાએ દેશવાસીઓને ભરોસો અપાવ્યો છે કે જે રીતે સમાચારો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે તેમાં કોઇ સચ્ચાઇ નથી. વૈજ્ઞાનિકો અને ડૉકટરે તનતોડ મહેનત કરી તેના લીધે કોરોના વેક્સીન એક વર્ષની અંદર જ તૈયાર થઇ ગઇ પરંતુ તેનો મતલબ એ બિલકુલ નથી કે સુરક્ષા પર કોઇ સમજૂતી થઇ છે. લોકોએ સમજવાની જરૂર છે કે રસી પર વિશ્વાસ ના કરનાર સમાચારો પર વિશ્વાસ ના કરે અને ટાઇમ ટેબલ પ્રમાણે વેક્સીન ચોક્કસ મૂકાવે.
ડૉ.ગુલેરિયાના મતે આ વર્ષે બીજી પણ રસી બજારમાં આવી જશે જેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. જ્યારે આ રસી લોકો લેવાનું શરૂ કરશે ત્યારે ટ્રાન્સમિશન તોડવામાં સફળતા મળશે અને જીવન પાટા પર પાછું ફરશે. અર્થતંત્ર પણ પાટા પર આવી જશે અને શાળા-કોલેજો પણ ખુલી જશે.
ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના કાળથી દેશને ઘણું બધુ શીખવા મળ્યું છે અને આપણે ભવિષ્ય માટે વધુ શ્રેષ્ઠ તૈયાર થવાની જરૂર છે. આપણે આપણું મૂળભૂત માળખું અને યોજનાઓ બનાવાની જરૂર છે જેથી કરીને ભવિષ્યમાં કયારેય આવી સ્થિતિ પેદા ના થાય.

Related posts

મેરિકોમ ઇન્ડયા ઓપનમાં ૫૧ કિલોની કેટેગરીમાં રમશે

Charotar Sandesh

ઑટો સેક્ટરમાં મંદીનો માર : ૧૦ લાખ નોકરીઓ પર લટકતી તલવાર…

Charotar Sandesh

પીએમ મોદી 83 દિવસ બાદ દિલ્હી બહાર આવ્યા: પ.બંગાળના વાવાઝોડાગ્રસ્ત ક્ષેત્રનું ‘હવાઈ-નિરીક્ષણ’

Charotar Sandesh