Charotar Sandesh
ગુજરાત

રેશ્મા પટેલ સહિત ૧૦ લોકો વિરુદ્ધ પોલીસે એપેડેમીક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી

સુરત : સરથાણા પોલીસ મથકમાં NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રેશ્મા પટેલ સહિત ૧૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં NCPના રેશ્મા પટેલે એપેડેમીક એક્ટનો ભંગ કરતા ફરિયાદ થઈ છે. રેશ્મા પટેલ NCPના અટક કરાયેલા કાર્યકર્તાને મળવા માસ્ક વગર પહોંચ્યા હતા.
એનસીપીના રેશમાં પટેલ સુરત સરથાણા પોલીસ મથકે પહોંચી હંગામો મચાવ્યો હતો. યુપીની ઘટનાને લઇ એનસીપીએ વિરોધ નોંધાવ્યો હતો. એનસીપીના કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કાર્યકરોને છોડવા માટેની માંગ કરી હતી. પોલીસ મથકની બહાર લોખડી બંદોબસ્ત ગોઠવાયો હતો. એનસીપીના રેશમા પટેલ સહિત ૧૦ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

Charotar Sandesh

ગુજરાતના વાતાવરણમાં પલટો : ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

Charotar Sandesh

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : મિલકત-તબદીલીના દસ્તાવેજ નોંધણીના કાયદામાં સુધારા કરાશે…

Charotar Sandesh