Charotar Sandesh
ઈન્ડિયા ઓટો બિઝનેસ

હોન્ડાએ નવ મહિનામાં ૧૧ લાખ ટૂ વ્હીલર્સ વેચવાનો રેકોર્ડ બનાવ્યો…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન જેવા નિર્ણયે ભલભલા ઉદ્યોગોને ઠપ કરી નાંખ્યા છે, એવામાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયા (HSMI) ટૂ વ્હીલર્સ સેલમાં નવો રેકોર્ડ બનાવીને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ મેળવી છે. કંપનીએ માત્ર ૯ મહિનામાં ૧૧ લાખ BS6 ટૂ વ્હીલર્સનું વેચાણ કર્યુ છે. કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૯માં BS6 વાહનોનુ વેચાણ શરુ કર્યુ હતું.

હોન્ડાએ રેકોર્ડ વેચાણમાં સૌથી વધારે વેચાણ એક્ટિવા 6G કર્યુ છે. આ મોડલ તેના જૂના મોડલની સરખામણીએ મોટુ છે. વર્તમાન સમયમાં લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ ખાનગી વાહનોનો ઉપયોગ હિતાવહ માની રહ્યા છે. એવામાં કંપનીએ ગ્રાહકો માટે ઓનલાઇન બુકિંગ, આકર્ષક રીટેલ ફાયનાન્સ અને ૬ વર્ષની વોરંટી જેવી સર્વિસ માર્કેટમાં મૂકી છે.

હોન્ડાનું બીજુ સૌથી વધુ વેચાણ થયેલુ મોડલ Honda Shine ૧૨૫ છે. વર્તમાન સમયમાં Honda Shine ૧૨૫ ભારતની સૌથી વધુ વેચાણ થતી મોટરસાયકલ છે.

Related posts

‘જય ભોલે’ના નાદ સાથે અમરનાથ યાત્રા માટે પ્રથમ જૂથ રવાના

Charotar Sandesh

પાકિસ્તાન જણાવે કાશ્મીર કયારે તમારું હતું તો તેને લઇ રોદણાં રડો છો? : રાજનાથસિંહ

Charotar Sandesh

કોરોના સંક્રમણના આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે સરકાર : પ્રિયંકા

Charotar Sandesh