Charotar Sandesh
સ્પોર્ટ્સ

અંતિમ ઓવરમાં ૨ રન કરવામાં ગેલ અને રાહુલને પરસેવો વળી ગયો, જીત પછી પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝૂમી ઊઠી…

દુબઈ : આઈપીએલની સીઝન-૧૩ની ૩૧મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ૮ વિકેટથી જીત મેળવી છે. શારજહામાં આરસીબીએ ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ક્રિસ ગેલ (૫૩) અને લોકેશ રાહુલ (૬૧)એ ૧૯મી ઓવર સુધીમાં મેચ આસાન બનાવી દીધી હતી. બંનેએ બીજી વિકેટ માટે ૯૩ રનની પાર્ટનરશિપ કરી, પરંતુ છેલ્લી ઓવરમાં બંનેને માત્ર ૨ રન કરવામાં પરસેવો વળી ગયો હતો.
સીઝનમાં સતત ૫ હાર પછી પંજાબ બીજી મેચ જીત્યું છે. આટલા લાંબા બ્રેક પછી કિંગ્સ ઈલેવન ફ્રેન્ચાઈઝીની માલિકણ પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ખુશી જોવા મળી. છેલ્લી ઓવરના લાસ્ટ બોલ પર જીત માટે એક રન કરવાનો હતો. ત્યારે પ્રીતિ ઘણી જ ટેન્શનમાં જોવા મળી, પરંતુ નિકોલસ પૂરને છગ્ગો લગાવતાં જ તે ખુશીથી ઝૂમી ઊઠી હતી.
પંજાબને અંતિમ ઓવરમાં જીત માટે માત્ર ૨ રનની જરૂર હતી, તેમ છતાં મેચ અંતિમ બોલ સુધી ગયો. ગેલ ૫૨ રન બનાવીને સ્ટ્રાઇક અને રાહુલ ૫૧ રને નોન સ્ટ્રાઈક પર હતો. બોલ ચહલના હાથમાં હતી. તેને ગેલને પહેલાં બે બોલ પર એક પણ રન કરવા ન દીધો. ત્રીજા બોલ પર ગેલ એક રન લેવામાં સફળ રહ્યો. ચોથો બોલ રાહુલે ડોટ કર્યો અને બંને બેટ્‌સમેન પર ભારે દબાણ આવી ગયું. ૫મા બોલે રાહુલે એક રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેલ રનઆઉટ થઈ ગયો.

Related posts

આઈપીએલ હવે ૧૫ એપ્રિલથી રમાશે….!!, “જો અને તો”ની અટકળો વચ્ચે તારિખો થઇ જાહેર…

Charotar Sandesh

પ્રવીણ કુમાર ૧૮ વર્ષની ઉંમરે પેરાલમ્પિકમાં સર્જ્‌યો ઈતિહાસ

Charotar Sandesh

યુજવેન્દ્ર ચહલ ક્રિકેટ રમી નહીં પણ ચેસ રમીને કોરોના માટે કરશે ફંડનું દાન…

Charotar Sandesh