Charotar Sandesh
ઈન્ડિયા

અંતે… મહારાષ્ટ્રમાં ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ…

મુંબઇ : કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતા મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે બોર્ડેની પરીક્ષાઓ મુલતવી રાખી છે. રાજ્ય શિક્ષણમંત્રીએ ટ્‌વીટ કરી તેના જાણકારી આપતા જણાવ્યું કે વર્તમાન કોરોના સ્થિતિને જોતા ધોરણ ૧૦મા અને ૧૨મા માટેની બોર્ડ પરીક્ષા મુલતવી રાખી છે. વર્તમાન પરિસ્થિતિ પરીક્ષાના આયોજન માટે યોગ્ય નથી. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.
શિક્ષણમંત્રીએ ટિ્‌વટર પર જણાવ્યું કે પ્રોફેશનલ કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓની તારીખને ધ્યાનમાં રાખતા, ધોરણ ૧૨ની પરીક્ષા મે મહિનાના અંત સુધીમાં આયોજિત કરવામાં આવશે, જ્યારે ૧૦માની પરીક્ષા જૂનમાં થશે. અમે સ્વાસ્થ્યની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ પરીક્ષાઓ માટે ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે આ નિર્ણય સ્ટેટ હોલ્ડર્સ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, તમામ પક્ષોના પર્તિનિધિઓ, શિક્ષણવિદો અને તકનીકી દિગ્ગજો સાથે ચર્ચા કર્યા લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ પરીક્ષા મુલતવી રાખવીએ ઉત્તમ ઉપાય જણાઇ આવ્યું છે.

Related posts

ગેંગસ્ટર અતીક હત્યાકાંડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : યોગી રાજમાં થયેલા ૧૮૩ એન્કાઉંટરની તપાસ કરવાની માગ

Charotar Sandesh

15 જવાન શહીદ થયા બાદ PM મોદીએ કરી ટ્વીટ

Charotar Sandesh

જુલાઈ-ઑગસ્ટથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરાશે : કેન્દ્ર

Charotar Sandesh