Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું – કોરોના રજા પર નથી ગયો!

મુંબઇ : કોરોના વાયરસના કારણે જ્યાં દુનિયામાં મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યાં જ બોલીવૂડ જાણીતા સેલેબ્રિટી પણ લોકોને આ અંગે જાગૃતતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ આવી રહ્યા છે. અને હવે આ મામલે બોલીવૂડ જાણીતા અભિનેતા અક્ષય કુમારનું પણ નામ જોડાયું છે. બોલિવૂડના અનેક સેલેબ્રિટી હાલ પોતાને સેલ્ફ આઇસોલેશન રાખી રહ્યા છે. અને લોકોને પણ શક્ય હોય તેટલું ઘર રહી સ્વસ્થ રહેવાની સલાહ આપી રહ્યા છે.
તેમ છતાં એ વાત પણ નકારી નથી શકાતી કે લોકો હજી પણ આ બિમારીને ગંભીરતાથી નથી લઇ રહ્યા. અને આજ કારણે બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારે લોકો એક વીડિયો શેર કરીને લોકોની ક્લાસ લગાવી છે.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે ટિ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને ઘરમાં રહેવાની અને સ્વસ્થ રહેવાની અપીલ કરી છે. સાથે જ કોરોનાને બ્રેક કરવાની વાત પણ કહી છે. અક્ષય કુમારે કહ્યું કે “મુંબઇ એરપોર્ટ પર જે લોકો બહારથી આવી રહ્યા છે તેમને કોરોનાની રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

તેમની પર એક સ્ટેમ્પ લગાવી તેમને હોમ કવારંટાઇન માટે હોટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અને તેમને ૨ સપ્તાહ માટે લોકોથી દૂર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ તેમ છતાં આ લોકો પાર્ટી, લગ્ન અને ફરવા જઇ રહ્યા છે આ તમારી કેવી માનસિકતા છે. કોરોના કંઇ રજા પર નથી ગયું તે ઓવર વર્ક કરી રહ્યું છે અને આપણે કોરોનાને જીતતા રોકવાનું છે.”

Related posts

આરોગ્ય સેતુ એપને અજયે ગણાવ્યો પોતાનો અંગત બોડીગાર્ડ, પીએમ અને શાહે કર્યા વખાણ…

Charotar Sandesh

કાજલને અજય નહીં પણ પહેલાથી ગમતો હતો અક્ષય કુમાર

Charotar Sandesh

Drugs Case : કોર્ટે ફરીથી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી

Charotar Sandesh