મુંબઈ : ફિલ્મ લાલબાઝાર હવે રિલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મનો પ્રારંભ એક સેક્સ વર્કરની હત્યાથી થાય છે. તે પોતાના જીવની ભીખ માગે છે પરંતુ ખૂનીના બંને પંજા તેના ગળાને ત્યાં સુધી દબાવી રાખે છે જ્યાં સુધી તેનો જીવ ચાલ્યો જાય નહીં. એ જ વખતે શહેરની બીજી તરફ એક રહસ્યમય બેગ મળે છે. બેગની અંદર શું છે તે તો તમે લાલબાઝાર જોશો ત્યારે જ ખબર પડશે. અત્યારે તો એટલું કહી શકીએ કે બેગની અંદર જોઈને એટલી ખબર પડે છે કે શહેરમાં બીજી એક હત્યા પણ થઈ છે. અને આ સાથે શરૂ થાય છે ગુનાઓનો સિલસિલો જે તમારા શ્વાસ અધ્ધર કરી નાખશે. લાલબાઝારમાં સારાઈ અને બુરાઈ બંને વચ્ચેની લડાઈને રોમાંચક રીતે રજૂ કરાઈ છે. જે તમને અંત સુધી બાંધી રાખશે.
બે દિવસ અગાઉ બોલિવૂડ એક્ટર અજય દેવગણે લાલબાઝારનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. તે જોઇને જ લાગતું હતું કે તેમાં મર્ડર હિસ્ટ્રી છે અને તે એક્શન અને સસ્પેન્સથી ભરપુર છે. અજય દેવગણે આ ટ્રેલરમાં પોતાનો દમદાર અવાજ આપ્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર સુરંજન સેન એક લડાયક પોલીસ અધિકારી છે. તે શહેરના હોમીસાઇડ યુનિટની દેખરેખ રાખે છે. પણ ભૂતકાળની કેટલીક યાદ તેનો પીછો છોડતી નથી. આમ થતાં તે શરાબની લતે ચડી જાય છે. કૌશિક સેને આ રોલ કર્યો છે. સુરંજન શાંત વ્યક્તિની પાછળ છુપાયેલી ઉથલપાથલને આસાનીથી રજૂ કરે છે. આ સિરીઝના અન્ય કલાકારોમાં હૃષિતા ભટ્ટ, સવ્યસાચી ચક્રવર્તી, સુબ્રતો દત્તા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને રોજિની ચક્રવર્તી છે.