Charotar Sandesh
ઈન્ડિયા

અદાણી ગ્રૂપના શેર ૨૦ ટકા સુધી તૂટ્યા : ૧ દિવસમાં ૧ લાખ કરોડનું નુકસાન…

મુંબઈ : દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણની અદાણીની આગેવાનીવાળી અદાણી ગ્રૃપની કંપનીઓના શેરમાં આજે ભારે કડાકો જોવા મળ્યો જેનાથી એક જ દિવસમાં તેનું માર્કેટ કેપ લગભગ ૧.૦૩ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. NSDL ૩ વિદેશી કંપની Albula Investment Fund, Cresta Fund y™u APMS Investment Fundના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. તેઓની પાસે અદાણી ગ્રૃપની ૪ કંપનીઓના ૪૩,૫૦૦ કરોડથી વધારે રૂપિયાના શેર છે.
આજે અદાણી એન્ટરપ્રાઈઝના શેર ૨૦ ટકાના કડાકા સાથે ૧૨૫૪ રૂપિયા સુધી ઘટી ગયા હતા. અદાણી પોટ્‌ર્સમાં ૧૯ ટકા અને અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશનમાં ૫-૨૦ ટકાનો ઘટાડો આવ્યો છે.
સાથે જ માનવામાં આવી રહ્યું છે કે સેબી અદાણી ગ્રૃપની કંપનીઓના શેરોમાં પ્રાઈસ મેન્યુપ્યુલેશનની તપાસ પણ શરૂ કરી દીધી છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શેરમાં ૨૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધીનો ઉછાળો આ્યો છે. મામલાના જાણકાર કહે છે કે સેબીએ ૨૦૨૦માં આ મામલાની તપાસ શરૂ કરી હતી જે હજુ પણ ચાલી રહી છે. આ ખુલાસાને કારણે પણ કંપનીના શેરોમાં ઘટાડો આવ્યો છે. આ કારણે તેનું માર્કેટ કેપ ૧૦ ટકાથી ઘટીને ૧.૦૩ લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

વિશ્લેષકોએ રોકાણકારને હાલ અદાણી ગ્રૃપના શેરોથી દૂર રહેવાની સલાહ આપી છે. તેઓનું કહેવું છે કે અત્યારે તેમાં ખુબ જોખમ છે. તેમા ખુબ ઉતાર ચઢાવ જોવા મળશે. આજથી અદાણી ગ્રૃપની ૪ કંપનીઓના શેર T2Tમાં શિફ્ટ થઈ ગયો છે. તેનો મતલબ કે ઈન્ટ્રા ડે ટ્રેડિંગની મંજૂરી નહીં હોય. રોકાણકારોને સતર્ક રહેવાની જરૂર છે કે કેમ કે અદાણી ગ્રૃપના શેર અન્ય કંપનીઓ કરતાં ખુબ હાઈ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં ૬૬૯ ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં ૩૪૯ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં ૯૭૨ ટકા અને અદાણી ગ્રીનના શેરોમાં ૨૫૪ ટકાની તેજી આવી છે. આ રીતે અદાણી પોટ્‌ર્સ અને અદાણી પાવરના શેરોમાં ક્રમશઃ ૧૪૭ ટકા અને ૨૯૫ ટકાનો ઉછાળો આવ્યો છે.

Related posts

કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યાઃ ૨૪ કલાકમાં અધધ.. ૫૨ હજાર કેસો, ૭૭૫ના મોત….!

Charotar Sandesh

દરેક નાગરિકને મફ્તમાં મળશે કોરોનાની વેક્સીન : પીએમ મોદી

Charotar Sandesh

આરોગ્ય કર્મચારીઓ પર હુમલા બદલ સાત વર્ષની સજા : ૫ લાખનો દંડ થશે…

Charotar Sandesh