Charotar Sandesh
ઈન્ડિયા

અનલોક-૧ ઘાતક પૂરવાર થયુ : ૨૪ કલાકમાં ૮૯૦૯ કેસ, ૨૧૭ના મોત…

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર, ૫૮૧૫ લોકોએ જીવ ગુમાવ્યા…

૧૫ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એકમાંથી બે લાખ થઈ ગઈ, રિક્વરી રેટ વધીને ૪૮.૦૭% થયો, દેશભરમાં કોરોના વાયરસના ૧૦૧૪૯૭ એક્ટિવ કેસ, સૌથી વધારે ૨૪૬૫ લોકોના મહારાષ્ટ્રમાં મોત…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના અનલોક-૧ ઘાતક પુરવાર થઇ રહ્યું હોય તેમ લોકડાઉન-૪ બાદ અપાયેલી વધારાની છૂટછાટ સરકાર અને લોકો માટે જોખમંકારક બની રહી હોય તેમ આજે બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં રેકોર્ડબ્રેક સમાન અત્યારસુધીમાં સૌથી વધારે ૮૯૦૯ જેટલા કેસો બહાર આવતાં ચાર-ચાર લોકડાઉન સફળ રહ્યાં કે કેમ તેવા સવાલો પણ થઇ રહ્યાં છે. કેમ કે છેલ્લાં ૫ દિવસમાં રોજેરોજ ૮- ૮ હજાર જેટલા કેસો બહાર આવ્યાં છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખમાંથી બે લાખ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીના ૫૮ એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૦૭,૬૧૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ નવા કેસ નોંધાયા છે.

અલબત્ત, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૧,૦૦,૩૦૩ સુધી પહોંચી ગયો છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૮૧૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૧૪૯૭ એક્ટિવ કેસ છે.
જ્યાં સૌથી વધારે કેસો બહાર આવે છે એ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૨૩૦૦ કેસ નોંધાયા છે

જ્યારે ૨૪૬૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૫૮૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૭ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૨૧૩૨ કેસ નોંધાયા છે જ્યારે ૫૫૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૭,૬૩૨ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૦૯૨ લોકોના મોત થયા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં ૨૨૮૭, તમિલનાડુમાં ૧૦૯૧, ગુજરાતમાં ૪૧૫, પશ્ચિમ બંગાળમાં ૩૯૬, કર્ણાટકમાં ૩૮૮, રાજસ્થાનમાં ૧૭૧, બિહારમાં ૧૦૪, ઓડિશામાં ૧૪૧, આંધ્ર પ્રદેશમાં ૧૧૫, ઉત્તરાખંડમાં ૪૦, આસામમાં ૨૮ અને મિઝોરમમાં ૧૨ દર્દી મળ્યા હતા. આ ઉપરાંત ૬૪૧ એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૯૮ હજાર ૭૦૬ પહોંચી હતા. તેમાંથી ૯૭ હજાર ૫૮૧ એક્ટિવ કેસ હતા. બીજી બાજુ ૯૫ હજાર ૫૨૬ દર્દીને સારુ થયું છે. ૫૫૯૮ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર પોલીસે બુધવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં ૨,૫૫૬ પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.

પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં કહ્યું કે, લોકડાઉનમાં લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. કેન્દ્ર સરકારને અપીલ છે કે પ્રવાસી મજૂરોના ખાતામાં એક વખત ૧૦ હજાર રૂપિયા નાંખો. પીએમ કેર ફંડના પૈસાનો ઉપયોગ મજૂરો માટે કરવો જોઇએ.

અમેરિકામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૧૮ લાખને પાર પહોંચી છે જ્યારે ૧.૦૮ લાખ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે બ્રાઝિલમાં ૫.૫ લાખ લોકો સંક્રમિત છે અને ૩૧ હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. રશિયામાં પણ ૪.૨૩ લાખ કેસ નોંધાયા છે જ્યારે ૫ હજાર મોત થયા છે. ઉપરાંત, સ્પેનમાં ૨.૮૭ લાખ કેસ, ૨૭ હજાર મોત, બ્રિટેનમાં ૨.૭૭ લાખ કેસ, ૩૯ હજાર મોત, ઇટલીમાં ૨.૩૩ લાખ કેસ, ૩૩ હજાર મોત, ભારતમાં ૨.૦૭ લાખ કેસ, ૫,૮૦૦ મોત થયા છે.
જર્મનીની વાત કરીએ તો ૧.૮૪ લાખ કેસ અને ૮,૬૦૦ લોકોના મોત થયા છે. ઉપરાંત પેરુમાં ૧.૭૪ લાખ કેસ નોંધાયા છે જ્યારે ૪,૭૦૦ લોકોના મોત થયા છે. તુર્કીમાં પણ ૧.૬૫ લાખ કેસ નોંધાયા છે જ્યારે ૪,૫૦૦ લોકોના મોત થયા છે.

Related posts

વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર : સુપ્રિમનો મોટો ચુકાદો…

Charotar Sandesh

યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની મુંબઈમાંથી ધરપકડ…

Charotar Sandesh

સોપોરમાં CRPF પર આતંકવાદી હુમલોઃ એક જવાન શહિદ, એક નાગરિકનું મોત…

Charotar Sandesh