Charotar Sandesh
ગુજરાત

અનલોક ૫.૦ ની ગાઈડલાઈન જાહેર : જાણો સિનેમા-મલ્ટીપ્લેક્સ સહિત શું ખુલશે… શું નહીં…

કોરોના મહામારીના પગલે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનને તબક્કાવાર ખોલવાની કવાયત ચાલુ છે. તેના અનુસંધાનમાં સરકાર દ્વારા અનલૉક 5ની જાહેરાત કરવામાં આવી છે…

ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલોક 5 રહેશે. સરકારે 15 ઓક્ટોબરથી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટપર્સન માટે સ્વિમિંગ પૂલ્સ, મનોરંજનના પાર્ક ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. આ માટે પાળવામાં આવતી SOP ટૂંક સમયમાં જાહેર થશે. જોકે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે.

  • ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલોક 5 લાગૂ રહેશે. જોકે છુટછાટ 15 ઓક્ટોબરથી શરૂ થશે.
  • સિનેમા, મલ્ટીપ્લેક્સ 50% કેપેસીટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગાઇડલાઇન્સ જાહેર કરશે.
  • બિઝનેસ ટુ બિઝનેસ એકઝીબીશન્સને 15 ઓક્ટોબરથી પરવાનગી આપવામાં આવશે. આ માટે પણ SOP જાહેર કરવામાં આવશે.
  • સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 100થી વધુ લોકોને અનુમિત આપવી તે અંગે રાજ્ય નિર્ણય કરશે.

  • રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.

  • જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.

  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.

 

Related posts

અમદાવાદમાં માસ્ક વિના ફરતા શહેરીજનો પાસેથી ૫ દિવસમાં ૯૭.૭૩ લાખનો દંડ વસૂલાયો…

Charotar Sandesh

સીઆર પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી કરાઈ…

Charotar Sandesh

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ૧૧ લોકો સામે ચાર્જશીટ દાખલ, ૩ વોન્ટેડ…

Charotar Sandesh