Charotar Sandesh
ગુજરાત

અનલોક-3ની ગાઈડ લાઈન જાહેર : જાણો શું ખુલશે અને શું બંધ રહેશે…

તા. ૧ ઓગષ્ટથી ૩૧ ઓગષ્ટ સુધી અનલોક ૩ લાગુ પડશે, રાત્રી કરફ્યૂનો અંત : જિમ ખુલશે, મેટ્રો, સ્વિમિંગ પુલ, સીનેમાઘરો પર પ્રતિબંધ યથાવત…

કોરોના મહામારીને લઈ લોકડાઉન થયા બાદ થોડી રાહતો સાથે સરકારે અનલોક ૧ જાહેર કર્યું હતું અને ત્યાર બાદ થોડી છૂટછાંટો સાથે અનલોક ૨ લાગુ કરાયું હતું. અનલોક ૨ આગામી તારીખ ૩૧ જુલાઈ થી પૂર્ણ થાય છે જેને લઈ આજે અનલોક ૩ ની ગાઈડલાઈન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરી છે.

આ ગાઈડલાઈન અનુસાર અનલોક ૩ માં સમગ્ર દેશમાં રાત્રિ કર્ફ્યુ ૧ ઓગસ્ટથી સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. ઉપરાંત 5 ઓગસ્ટથી જીમ અને યોગા સેન્ટર ખોલવા જાહેરાત કરતા લોકોને વધુ એક રાહત મળી છે. જોકે આ સાથે કોરોનાના સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવો વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ૧૫ ઓગસ્ટની ઉજવણી પણ નિયમો સાથે કરી શકાશે.

અનલોક 3માં પણ મેટ્રો, સિનેમાઘર, સ્વિમિંગ પુલ પર પ્રતિબંધ યથાવત રખાયો છે. આ સાથે જ 31 ઓગસ્ટ સુધી શાળા અને કોલેજ તેમજ કોચિંગ ક્લાસ બંધ જ રહેશે. જ્યાં કન્ટેઈન્મેન્ટ ઝોન હશે ત્યાં અગાઉની જેમ લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.

ગાઈડલાઈન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા બાદ અનલોક-3 અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર…

Charotar Sandesh

….અંતે બાપુની થશે કોંગ્રેસમાં ઘરવાપસી….!! : હું વિના-શરતે કોંગ્રેસમાં જોડાવા તૈયાર : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh

સરકાર કોઇની પણ હોય, આદિવાસીઓનો પ્રશ્ન આવશે તો હું હંમેશા લડીશ : મનસુખ વસાવા

Charotar Sandesh