Charotar Sandesh
ઈન્ડિયા

અનામત મામલે સંસદમાં હોબાળો : વિપક્ષનું વૉકઆઉટ…

ભાજપ અનામત વિરોધી, સરકાર સુપ્રિમમાં પુનર્વિચારણા અરજી કરે : કોંગ્રેસ

અનામત કોઇ ખૈરાત નથી, સંવૈધાનિક અધિકાર છેઃ ચિરાગ પાસવાનનો ધ્રૂજારો…

ન્યુ દિલ્હી : સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતને મૌલિક અધિકાર ન ગણાવનારા સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય વિરુદ્ધ વિવાદ શરૂ થઈ ગયો છે. લોકસભામાં સોમવારે વિપક્ષે આ મુદ્દો ભારે હોબાળો કર્યો હતો. ત્યારબાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટેનો તાજેતરનો નિર્ણય સંવેદનશીલ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસ અને દ્રમુકના સભ્યોએ સરકાર પર નિશાન સાધતાં તેમને દલિત વિરોધી ગણાવી અને ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો તે બાદ કોર્ટનો આવો આદેશ આવ્યો તેમ જણાવ્યું.
સામાજિક ન્યાય મંત્રી થાવર ચંદ ગેહલોતે કહ્યું કે, આપણે આ અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા કરી રહ્યા છે. હું એ સ્પષ્ટતા કરવા માંગું છું કે કોર્ટમાં સરકાર ક્યારેય આ કેસમાં પાર્ટી તરીકે નથી ઊભી. ગેહલોતે કહ્યું કે, આ કેસ ૨૦૧૨માં ઉત્તરાખંડ સરકારના પ્રમોશનમાં અનામત ન આપવા અંગે સામે આવ્યો હતો. એ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. આ અંગે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું.
ત્યારબાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટેનો તાજેતરનો નિર્ણય સંવેદનશીલ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસ અને દ્રમુકના સભ્યોએ સરકાર પર નિશાન સાધતાં તેમને દલિત વિરોધી ગણાવી અને ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો તે બાદ કોર્ટનો આવો આદેશ આવ્યો તેમ જણાવ્યું.
સાથે જ વિપક્ષે સરકારને સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવાની સલાહ પણ આપી. આ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ૨૦૧૨માં ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી અને આ મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર હોવાનું જણાવ્યું.
ગૃહમાં લોક જનશક્તિ પાર્ટી, જનતાદળ યુનાઈટેડ અને અપના દળ જેવા એનડીએના સાથી પક્ષોએ વિપક્ષના આરોપોને ફગાવ્યા. સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અસહમતિ વ્યક્ત કરતાં સરકાર અનામતના વિષયને બંધારણની ૯મી અનુસૂચિમાં નાખવાની માગ કરી. લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને આ મુદ્દે કહ્યું કે તેમની પાર્ટી સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણયથી ખુશ નથી ત્યારે આ મામલે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. સરકાર તત્કાળ સુપ્રિમ કોર્ટના આદેશને બદલે. અનામત ભેટ નથી, આ બંધારણીય અધિકાર છે.
તો સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, ભારત સરકારને આ વાતથી કોઈ લેવા દેવા નથી. જ્યારે લોકસભામાં અપના દળની પ્રમુખ અનુપ્રિયા પટેલે કહ્યું કે તેમનો પક્ષ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સહમત નથી. પ્રમોશનમાં અનામતને લઈને લોકસભામાં ભારે હોબાળો થયો હતો જેને પગલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નિર્ણય કરતા કહ્યું હતું કે, સરકારી નોકરીઓમાં અનામત આપવા સરકાર બંધાયેલી નથી. કોર્ટે વધુમાં એ પણ કહ્યું કે, પ્રમોશનમાં આરક્ષણ કોઇનો મૂળ અધિકાર ન હોઇ શકે.

Related posts

જાણો કોણે કહ્યું PM મોદી પર 72 વર્ષનો પ્રતિબંધ મૂકાવો જોઇએ

Charotar Sandesh

તમારી પ્રાઇવસીને અસર થતી હોય તો વોટ્‌સએપ ડિલીટ કરી દો : હાઇકોર્ટ

Charotar Sandesh

ચીન-અમેરિકામાં કોરોના રસીકરણ શરુ, મોદીજી ભારતનો નંબર ક્યારે આવશે? : રાહુલ ગાંધીનો સવાલ

Charotar Sandesh