મુંબઈ : અભિનેત્રી મુનમુન દત્તા સામે મુંબઈમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલિસે કહ્યુ કે એક જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરતો વીડિયો સો.મીડિયા પર પોસ્ટ કરવા માટે આ કેસ નોંધવામાં આવ્યો છે. ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માની પોતાની ભૂમિકા બબીતાજીથી ફેમસ બનેલી મુનમિન દત્તા સામે અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધ નિયમ(એટ્રોસિટી એક્ટ) ૨૦૧૫ હેઠળ એફઆઈઆર થઈ છે.
મુનમુન દત્તાએ થોડા દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જારી કર્યો હતો જેમાં તેના તરફથી એક એવી ટિપ્પણી કરવામાં આવી જેના માટે તેના પર દલિતો માટે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવા અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જેના માટે મુનમુન દત્તા સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. મુનમુન દત્તાએ સો.મીડિયા પર પણ પોતાના આ વીડિયોના કારણે ઘણા ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
મુનમુન દત્તાએ પોતાની ટિપ્પણી માટે માફી માંગીને આ વીડિયોને ડિલીટ કરી દીધો છે. મુનમુન દત્તાએ આ સમગ્ર વિવાદ પર માફી માંગીને કહ્યુ છે કે મારા કહેલ એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. મે એ શબ્દ કોઈને પણ અપમાનિત કરવા, ડરાવવા કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ઉપયોગ નહોતો કર્યો. મારી ભાષાની મુશ્કેલીના કારણે, મને ખરેખર એ શબ્દનો સાચો અર્થ ખબર નહોતી. મને જેવો એ શબ્દનો અર્થ ખબર પડી, મે તરત જ એ વીડિયોને ડિલીટ કરી દીધો. મારી દિલમાં દરેક જાતિ, પંથ કે જેન્ડરના પ્રત્યેક વ્યક્તિ માટે પૂરુ સમ્માન છે અને આપણા સમાજ કે રાષ્ટ્ર માટે તેમના યોગદાનને હું સ્વીકારુ છુ.