Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં બે આઇપીએસને કોરોના, ક્રાઈમ બ્રાંચના પીઆઇ સહિત ૮૫ પોલીસ કોરોનાગ્રસ્ત…

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે અને રાજ્યના પોલીસ તંત્રમાં પણ કોરોનાનો કહેર છે. રાજ્યમાં કોરોનાના કારણે આઈપીએસ અધિકારીના મોતની પહેલી ઘટનામાં સિનિયર આઈપીએસ અધિકારી ડો. મહેશ કે. નાયકનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું છે. બીજી તરફ રાજ્યના વધુ બે આઈપીએસ અધિકારી કોરોનાનો ભોગ બનતાં હાલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિક જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડા અને ઝોન-૧ ડીસીપી રવિન્દ્ર પટેલ એમ બે આઈપીએસ અધિકારી કોરોનાનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ક્રાઈમ પીઆઈ એસ.એમ. ગામેતી સહિત ૮૫ પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત છે.
દરમિયાનમાં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી ડો. મહેશ નાયકે કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની એસવીપી (જીફઁ) હોસ્પિટલ માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ડો. મહેશ નાયક આગામી ઓક્ટોબર મહિનામાં નિવૃત થવાના હતા. વર્ષ ૨૦૦૬ની બેચના આઈપીએસ અને વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યરત ડો. મહેશ કે. નાયક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ૧૫ દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. ગુજરાતના પાટણના વતની એવા ડો. મહેશ નાયકે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાએ ગુજરાતમાં આઈપીએસ અધિકારીનો ભોગ લીધાનો આ પ્રથમ કિસ્સો છે.
આઈપીએસ ડો. મહેશ નાયકે ઓગષ્ટ-૨૦૨૦માં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમ ડીસીપી અને સાબરમતી જેલ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યાં હતાં. અમદાવાદ શહેર પોલીસમાં કોરોનાનો કહેર યથાવત છે અને હાલમાં કુલ ૮૫ પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થવાથી સારવાર લઈ રહ્યાં છે.

Related posts

ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણીને લઇ અરજી સામે હાઈકોર્ટમાં સોગંદનામું…

Charotar Sandesh

કોરોનાની લડાઈમાં અમે સાથે છીએ, મારી બંને કોલેજો હું દર્દીઓ માટે આપુ છું : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh

સુરતમાં ઓવૈસીના વિરોધમાં મુસ્લિમ યુવાનોએ ફરકાવ્યા કાળા વાવટા, ’મોદી-મોદી’ના નારા લગાવ્યા

Charotar Sandesh