Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમદાવાદમાં રમાનાર ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરાયા…

મુંબઇ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરુ થનારી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાશે, જે મેચ માટે પીએમ મોદીને બીસીસીઆઈ દ્વારા આમંત્રિક કરાયા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ હાલ ભારત પહોંચી ગઈ છે. ૫ ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈ ખાતે શરુઆતની બે ટેસ્ટ મેચો રમાશે. જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવનાર ટેસ્ટ મેચો માટે પહેલીવાર દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. કોવિડ-૧૯ મહામારી બાદ ભારતમાં પહેલીવાર કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ૧,૧૦,૦૦૦ દર્શકોની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટુ સ્ટોડિયમ છે જ્યાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચથી પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે.

Related posts

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે આઇપીએલની બાકીની મેચ, ક્રિકેટ બોર્ડે આપ્યા સંકેત…

Charotar Sandesh

આઇપીએલ પહેલાં પોન્ટિંગે પંત,અશ્વિન અને અક્ષરને લઇ ખાસ સંદેશ પાઠવ્યો…

Charotar Sandesh

કોહલી દાયકામાં ૨૦,૦૦૦ રન બનાવનારો વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન…

Charotar Sandesh