Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં સી પ્લેન માટે વોટર એરોડ્રામનું કામ શરૂ, બે દિવસમાં બની જશે પ્લેટફોર્મ…

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું પૂરું થવા જઈએ રહ્યું છે. ભારત દેશમાં પ્રથમ સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવશે. સાબરમતી કિનારે વોટર એરોડ્રામ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જેટી અમદાવાદ આવી પહોંચી છે. જેટીને પાણીમાં ઉતારવાની કામગીરી ચાલી રહી છે.જેમાં ફાયરની ટિમ પણ જોડાય છે.
પાણીમા પ્લેટફોર્મ બનાવવાનું કામ મરીન ટેક ઇન્ડિયા કંપનીને આપવામાં આવ્યું છે. મરીન ટેક ઇન્ડિયાના મેનેજીંગ ડીરેક્ટર ગૌતમ દત્તાએ જણાવ્યું છે, કે ૬ જેટી અમદાવાદ આવી પહોંચી છે અને પાણીમાં ઉતારીને પ્લેટફોર્મ બનાવવાનું કામ બે દિવસમાં પૂર્ણ કરાશે. એક જેટીનું વજન અંદાજે ૧૮ ટન છે. પાણીમાં ૬ જેટીને ઉતારીને જોડાણ કરવામાં આવશે અને પ્લેટફોમ તૈયાર કરાશે.જોકે પાણી વહેણ સાથે જતું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે જેટી સ્ટીલ અથવા તો લાકડામાંથી બને છે પરંતુ આ જેટી નવી ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે. કોંક્રેટની જેટી છે. કોન્ક્રેટની જેટી પહેલા કોચીન અને ગોવા અને ત્રીજો પ્રોજેકટ અમદાવાદ કરવામાં આવી રહ્યો છે.
ફાયર ચીફ ઓફિસ સર એમ. એફ દસ્તુરે જણાવ્યું હતું કે, જેટી ઉતારવાથી લઈ સી પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ સમયે પણ ફાયરની ટિમ સાબરમતી નદીમાં તૈનાત રહશે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અક્ટોબરના અંતમાં વોટર એરોડ્રામ પૂર્ણ થઈ સી પ્લેન શરૂ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું ૨૦૦ કિલોમીટરનું અંતર કાપતાં લગભગ ૫૦ મિનિટનો સમય લાગશે. જોકે, સી પ્લેન શરૂ થતા પ્રવાસને વેગ મળશે.

Related posts

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની શક્યતા નહિવત્‌ : સરકાર

Charotar Sandesh

ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા…

Charotar Sandesh

આંદોલન જ આંદોલન : ચૂંટણી નજીક આવતા કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં

Charotar Sandesh