Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બર અને કર્ફ્યૂને કારણે ૮૦૦ રૂપિયાની દારૂની બોટલના ૧૨૦૦…

અમદાવાદ : નવા વર્ષની ઉજવણી પર આ વખતે સરકારે કોરોનાને કારણે અંકુશ મૂકી દીધો છે. દર વર્ષે લોકો પોતાના મિત્રો અને સ્વજનો સાથે ૩૧મી ડિસેમ્બરની રાત્રે છૂપી રીતે ક્યાંક મદિરાની મજા માણી લેતા હતા, પરંતુ આ વખતે અમદાવાદની તસવીર અલગ છે. આ વખતે રાત્રિ કર્ફ્યૂ અને પોલીસની કડક વોચને કારણે મોટા ભાગના રસિકો પોતાના ઘરમાં જ દારૂની મજા માણવા માગે છે. આ માટે બૂટલેગર પણ હોમ ડિલિવરી આપે છે અને એના માટે ગ્રાહક ૨૦૦ રૂપિયા સુધી વધારે રકમ ચૂકવે છે. આ વખતે બૂટલેગરોએ તકનો લાભ ઉઠાવવા માટે દરેક રાજ્યની શરાબની બ્રાન્ડ વેચવાની શરૂ કરી દીધી છે અને ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો કર્યો છે.

ગુરુવારે PCBએ એલિસબ્રિજ વિસ્તારમાં રીતસરનો સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપ્યું છે. આ માત્ર કૌભાંડ નહીં, પણ રીતસરનું કારખાનું કહી શકાય એવી વ્યવસ્થા હતી. આ લોકોએ ૩૧મી ડિસેમ્બરના સેલિબ્રેશન માટે પરમિટ વગર દારૂ ખરીદતા લોકોને સસ્તો દારૂ મોંઘો હોવાનું કહીને વેચવા માટેનું આયોજન કર્યું હતું. એવો એક અન્ય કિસ્સો સોલા વિસ્તારમાં બન્યો છે. સોલા પોલીસે દારૂ સાથે પકડેલા બે યુવક પણ ૩૧મી ડિસેમ્બરમાં દારૂ વેચવા માટે બોટલ લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવા વર્ષની ઉજવણીમાં દારૂની વધુ માગ હોવાથી લોકોને નકલી દારૂ વેચવા માટે સસ્તી અને હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવામાં આવે છે. આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન અને જિતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવે છે, એવી બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો. એલિસબ્રિજ વિસ્તારમાં આવી રીતે દારૂ બનાવવામાં આવતો અને વેચાતો હોવા અંગે એલિસબ્રિજ પોલીસ અને પીઆઇ એસ.કે પલ્લાચાર્ય ઊંઘતા ઝડપાયા હતા.

Related posts

સ્કૂલ ચલે હમ : રાજ્યમાં સોમવારથી ધો.૧૦-૧૨ના વર્ગો શરૂ થશે…

Charotar Sandesh

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાએ ૩૫૫૩૯ મતે મેળવી જીત…

Charotar Sandesh

હવે વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ : ઘરેબેઠા FRI નોંધાવી શકાશે, જુઓ વિગત

Charotar Sandesh