અમદાવાદમાં ૨૪ કલાકમાં આઠ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ…
રાજ્યમાં કુલ ૮૨ કેસ પોઝિટિવ,રોજે રોજ કેસ વધતાં લૉકડાઉનનું કડક પાલન જરૂરી,૧૮૪૮૭ હોમ ક્વૉરન્ટીન, ૭૪૩ સરકારી ક્વૉરન્ટીન અને ૨૫૩ ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન,કુલ ૧૫૮૬ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા…
ગાંધીનગર : કોરોના મહામારીમાં ગુજરાતમાં અંદાજે ૬૦ લાખની વસ્તી ધરાવનાર અમદાવાદમાં રોજેરોજ પોઝીટીવ કેસો વધતાં અને આજે પણ વધુ ૮ કેસો એકસાથે બહાર આવતાં અને તે તમામ અમદાવાદના હોવાથી અમદાવાદ હવે કોરોના વાઈરસનું એપિસેન્ટર બની રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. તે સાથે અમદાવાદમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૩૧ પર પહોંચી ગઇ છે. જે એક ચેતવણી સમાન અને ખતરે કી ઘંટી સમાન પણ કહી શકાય. રાજ્યમાં આજે ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તમામે તમામ કેસો અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. ગુજરાતમાં કેસોની સંખ્યા પણ વધીને ૮૨ થઇ ગઇ છે. રેશનિંગની દુકાનોમાં રોગને અટકાવવા સોશ્યલ ડિસ્ટીંગનો આજે મોટા પાયે ભંગ પણ જોવા મળ્યો હતો.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે ગાંધીનગર ખાતે બુધવારેરૂટીન મિડિયા બ્રિફ્રિંગમાં પત્રકારોને કોરોના વાઈરસને પગલે રાજ્યમાં ચાલી રહેલી કામગીરી અને નવા કેસો વગેરે.ની માહિતી આપવામાં આવી હતી.જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદમાં આજના જે ૮ કેસ બહાર આવ્યાં છે તેમાં ૪ આંતર રાજ્યના,૩ લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં ૮ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે ચિંતાજનક કહી શકાય. તે સાથે ગુજરાતમાં ૮૨ પર કોરોના પોઝિટિવ કેસ પહોંચ્યા છે.
આ સાથે કુલ જે પોઝિટિવ કેસ ૮૨ થયા છે. જેમાં ૬૭ કેસમાં દર્દોની સ્થિતિ સ્ટેબલ છે, ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૬ દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. જો કે રાહતરૂપ એ બાબત છે કે રાજ્યમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા ૬ પર જ સ્થિર છે. સરકાર માટે તે એક સંતોષજનક બાબત પણ કહી શકાય.
રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ૧ એપ્રિલના રોજ નવા ૮ પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના છે. જેમાં એક ૫૨ વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક ૧૮ વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક ૪૫ વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી ૬૫ વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. ૬૧ વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક ૬૪ વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ ૮૨ થયા છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ મૃતકોનો આંકડો વધ્યો નથી. મૃતકોની સંખ્યા ૬ છે. કોઈને પણ કોરોના જેવા લક્ષણ હોય તો ૧૦૪ નંબર ઉપર ફોન કરવા અપીલ કરવામાં આવી છે. વિદેશ ટ્રાવેલ કરીને આવ્યા હોય એમના કોન્ટેક્ટમાં હોય તો પણ આ હેલ્પ લાઇન નંબર ઉપર માહિતી આપવા અપીલ છે. હાલ વેન્ટિલેટર ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની રાજ્યના આરોગ્ય વિભાગને ફરજ પડી છે. મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદ, રાજકોટ સહિત આ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલશે. વેન્ટિલેટર માટે ૩૦૦૦ ઓપરેટર જોઈએ છે. હેલ્પ લાઇન નંબર ૧૧૦૦ પર ૩૬૬ જેટલા કોલ આવ્યા હતા. મોટાભાગના કોલ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નના આવ્યા છે. ૧૭૩ કોલ શારીરિક તકલીફ સંદર્ભે આવ્યા છે. રાજ્ય માટે દ્ગ૯૫ માસ્ક સહિત ૭૫ લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દવાનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
કોરોનાને કારણે કટેલા લોકો આઇસોલેટ થયાં છે કે પોતાને અલગ કર્યા છે તેની માહિતી પર નજર નાંખીએ તો, રાજ્યમાં ક્વૉરન્ટીનની સંખ્યા ૧૯૨૦૬ છે. જેમાંથી ૧૮૪૮૭ હોમ ક્વૉરન્ટીનમાં છે. ૭૪૩ સરકારી ક્વૉરન્ટીન અને ૨૫૩ ખાનગી સુવિધામાં ક્વૉરન્ટીન છે. રાજ્યમાં કુલ ૧૫૮૬ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૨ પોઝિટિવ, ૧૫૦૧ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૩ ટેસ્ટ પેન્ડિંગ છે.