Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ શહેરના સોલા સિવિલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦થી વધુ લોકોને વેક્સીન અપાઈ…

અમદાવાદ : અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦થી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં એક મોટો ખુલાસો થયો છે કે સોલા સિવિલમાં કોરોનાની વેક્સીનની અત્યાર સુધીમાં કોઈને પણ આડઅસર થઈ નથી. લોકોના મનમાંથી ડર ભાગી રહ્યા છે. વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા માટે વોલન્ટિયર હવે રસ દાખવી રહ્યા છે. હોસ્પિટલમાં મેડિસિન વિભાગને આ માટે રોજના ૫૦થી વધુ ફોન કોલ્સ મળે છે. અમદાવાદ સોલા સિવિલમાં વેક્સીન એથીક્સ કમિટીના સભ્ય ડૉ.રામીનું નિવેદન સામે આવ્યું છે, અત્યાર સુધી કોરોના વાયરસની વેક્સીનની કોઈને પણ આડઅસરનો કોઈ કેસ જોવા મળ્યો નથી. વોલિન્ટિયરને રૂ.૭૦૦ની પ્રોત્સાહન રાશિ અપાય છે.
અમદાવાદ સોલા સિવિલમાં ડો કિરણ રામી-એમડી સોલા સિવિલ-વેકસીન એથીકસ કમિટી સભ્યએ આ વિશે જણાવ્યું છે કે, કોરોના વેકસીનના ટ્રાયલના ૧૫ દિવસ પૂર્ણ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ ૩૦૦થી વધુ લોકોને વેકસીનનો ડોઝ અપાયો છે, પરંતુ અમારો ૧ હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે. આજે પણ લોકો હેલ્પલાઇન નંબર પર વેક્સીન અંગે માહિતી મેળવી રહ્યા છે. જે પણ વોલન્ટિયરને વેક્સીનનો ડોઝ મળી રહ્યો છે, તેમને ભારત બાયોટેકની આત્મનિર્ભર વેકસીન અપાઈ રહી છે.
અત્યાર સુધી કોઈ લોકોને કોઈ જ આડસસર થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, સોલા સિવિલમાં જેને પણ વેકસીન અપાય છે તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ડો કિરણ રામીએ જણાવ્યું હતું કે, અમે સહમતી દર્શાવતું ફોર્મ પણ ભરાવી રહ્યા છીએ. એક દિવસ સરેરાશ ૩૦ લોકો વેકસીન માટે આવી રહ્યા છે. પરંતુ અમે વધારે લોકો વેકસીન લેવા આવે તેને લઈને રવિવારે પણ કામકાજ શરૂ કર્યું છે. આ અંગે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે.

Related posts

મહાનગરોમાં ૭૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલ્ડ કરાશે : વિજય રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ કોમર્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ

Charotar Sandesh

સરકારે ‘FASTag’ ન લાગેલા વાહનોને એક મહિનાની રાહત આપી…

Charotar Sandesh