Charotar Sandesh
ઈન્ડિયા

અમારો મેનિફેસ્ટો ઘોડો હતો પરંતુ મોદી સરકારનું આ બિલ ગધેડા જેવું છેઃ એહમદ પટેલ

ન્યુ દિલ્હી : રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ એહમદ પટેલે અનોખું ઉદાહરણ આપ્યું. એહમદ પટેલે રાજ્યસભામાં વિચિત્ર તર્ક દ્બારા જવાબ આપ્યો હતો. પટેલે કહ્યું હતું કે, અમારો મેનિફેસ્ટો ઘોડો હતો પરંતુ મોદી સરકારનું આ બિલ તો ગધેડા જેવુ છે. તેના પર સત્તાપક્ષ તરફથી આપત્તિ વ્યકત કરાઇ.

એહમદ પટેલે કહ્યું કે આ સરકાર માત્ર બે – ત્રણ બાબતો જ જાણે છે અને તેમાં માહિર પણ છે. પેકેજિંગ કરવું, માર્કેટિંગ કરવું અને મીડિયાને મેનેજ કરવું. પેકેજિંગ એ રીતે કરે છે કે જાણે કે કોઈ વ્યક્તિને જીવતુ કરવા માટે છે પણ તેમાં હોય છે તો ઝેર જ. તેમણે શાયરીભર્યા અંદાજમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પટેલે કહ્યું હતું કે, “બંધ લિફાફે કો યૂં સજા કે ભેજા ઉસને, કિ હૈ ઝહર પર લગે કિ જીંદા કર પાયેગ”.

Related posts

અનલોક-૨માં ૧ જુલાઈથી ચારધામના દર્શન વ્યવસ્થા શરૂ…

Charotar Sandesh

મોંઘવારીના માર માટે તૈયાર રહેજો : ૨૦૨૦માં ચીજોના ભાવ આસમાને પહોંચશે…

Charotar Sandesh

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જ છેઃ ભરત ઠાકોર

Charotar Sandesh