Charotar Sandesh
ઈન્ડિયા

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે…

ન્યુ દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રવિવાર, ૨૧ માર્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. શુક્રવારે પશ્ચિમ બંગાળના ભાજપના દિગ્ગજ નેતા અને પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષક કૈલાસ વિજયવર્ગીયાએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ૨૧ માર્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખુદ કોલકાતામાં ભાજપનો ઢંઢેરો જાહેર કરશે. આશા છે કે ભાજપ પોતાના ઢંઢેરામાં રાજ્યના લોકો માટે મોટી જાહેરાતો કરી શકે છે. પક્ષનો દાવો છે કે રાજ્યના બે કરોડ લોકો પાસેથી ઢંઢેરા તૈયાર કરવા સૂચનો લેવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપે તેના ઢંઢેરામાં રાજ્યમાં તાત્કાલિક આયુષ્માન ભારત યોજના લાગુ કરવા, મહિલાઓને ૩૩ ટકા સરકારી નોકરીઓનું અનામત, રાજ્યના ૪ લાખથી વધુ માછીમારોને વાર્ષિક ૬ હજાર રૂપિયા અને ૭માં પગાર પંચને લાગૂ કરવાની ખાતરી આપી હતી. ભાજપનો દાવો છે કે બંગાળના લોકોને તેમના અનુસાર ઢંઢેરો બહાર પાડવામાં આવશે, આ માટે ભાજપે સીધો નાગરિકો સાથે સંપર્ક કર્યો અને તેમની પાસેથી સૂચનો માંગ્યા હતા.

Related posts

‘તારક મહેતા કા..’ના એક્ટરની બે વર્ષની પુત્રીનું રમકડું ગળી જતા મોત

Charotar Sandesh

વિંગ કમાન્ડર અભિનંદનનું રાજસ્થાનમાં પોસ્ટિંગ કરાયું

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ બિહારમાં ૫૪૩.૨૮ કરોડની ૭ પરિયોજનાઓનું કર્યું શિલાન્યાસ…

Charotar Sandesh