Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમુલ ડેરીમાં ચુંટણી યોજાઈ, ચેરમેનપદે રામસિંહ પરમાર ચુંટાયા…

વાઈસ ચેરમેનપદે બે ફોર્મ ભરાયા : રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશભાઈ ઉર્ફે પપ્પુભાઈ પાઠક વચ્ચે મતદાન થયું…

આણંદ : ધી ખેડા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે રસાકસીભરી ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદ માટે રામસિંહ પરમારનું માત્ર એક ઉમેદવારી પત્ર ભરાયું હતું. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા છે. મતદાન બાદ મતપેટીઓ સીલ કરી દેવાઈ હતી. અને હાઈકોર્ટના આદેશ અનુસાર પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. મત પેટીઓ હાઈકોર્ટમાં પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. જાેકે પુર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે પોતાની સાથે ૯ ડિરેકટરો હોવાનું અને વાઈસ ચેરમેન પદે તેઓનો વિજય થશે તેવો દાવો કર્યો હતો.

ધી ખેડા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના નિયામક મંડળના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચુંટણી અધિકારી શ્રીમતી જે. સી. દલાલના અધ્યક્ષસ્થાને ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદ માટે રામસિંહ પરમારે ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું અને તેમના સિવાય અન્ય કોઈએ ચેરમેન પદ માટે ઉમેદવારી કરી નથી. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપના પુર્વ ધારાસભ્ય રાજેશ પાઠક (પપ્પુ પાઠક)નાઓએ ઉમેદવારી પત્ર રજુ કરતા મતદાન યોજાયું હતું અને મતદાન બાદ મત પેટીઓ શીલ કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ અનુસાર ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી પરિણામ અનામત રાખવામાં આવ્યું છે અને જાહેર કરવામાં આવ્યું નથી.

Related posts

આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Charotar Sandesh

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh

ઉમરેઠ સંતરામ મંદિરના 160મોં વાર્ષિકોત્સવ નિમિત્તે પ.પૂ.કનકેશ્વરી માં ના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ…

Charotar Sandesh