Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકન કંપનીની જાહેરાતઃ કોરોનાની દવાના માનવીય પરિક્ષણની શરૂઆત…

આ જ વર્ષે કોરોનાની દવા બજારમાં આવવાની આશા વ્યક્ત કરાઇ…

USA : કોરોના વાયરસના કહેર વચ્ચે આખી દુનિયાના વૈજ્ઞાનિકો તેની દવા અને રસી શોધવામાં લાગી ગયા છે. છેલ્લાં એક મહિનામાં દુનિયાના કેટલાંય દેશના વૈજ્ઞાનિકો, ડૉકટર્સે , મેડિકલ ઇન્સ્ટિટ્યુટ્‌સ અલગ-અલગ દાવાઓ કરી રહ્યા છે. તેમાં એક કંપનીનો ઉમેરો થયો છે. અમેરિકાની બાયોટેકનોલોજી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ ચેપની દવાનું હ્યુમન પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ વર્ષે રોગચાળાની સામે આ જ વર્ષે દવા આવવાની આશા વ્યક્ત કરી છે.
બાયોટેકનોલોજી કંપની ‘નોવાવૈક્સ’ ના મુખ્ય સંશોધનકર્તા ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું હતુ કે કંપનીએ પ્રથમ તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે જેમાં મેલબોર્ન અને બ્રિસ્બેન શહેરોના ૧૩૧ વોલેન્ટિયર પર દવાનું પરીક્ષણ કરાશે. અમે દવા અને રસીને એકસાથે બનાવવાનો વિચાર એટલા માટે કરી રહ્યા છીએ કે અમે બતાવી શકીએ કે તે આ કેટલી અસરકારક છે. વર્ષના અંત સુધીમાં આને લોકો માટે ઉપલબ્ધ કરવી શકીએ.

  • Naren Patel

Related posts

બ્રિટન હાઇકોર્ટમાં બે હાથ જોડી ભાગેડુ માલ્યા રડ્યો : હું ૧૦૦ ટકા રકમ આપવા તૈયાર છું…

Charotar Sandesh

અમેરિકામાં કોરોના સક્રમિતોનો આંકડો ૨૦ લાખને પાર, ન્યુયોર્ક સૌથી વધુ પ્રભાવિત…

Charotar Sandesh

ત્રણ પાક. ઉચ્ચ અધિકારીઓને અમેરિકાનો વિઝા આપવા ઈન્કાર

Charotar Sandesh