Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ પ્રવાસ-નિયમો હળવા કર્યા : ભારત હજી બાકાત…

USA : અમેરિકાની સરકારે કેનેડા, મેક્સિકો અને આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ યોજનાર જાપાન સહિત ૧૨૦ જેટલા દેશોમાં પ્રવાસ કરવા અંગે પોતાના નાગરિકો માટે લાગુ કરાયેલા કોરોના-નિયમોને હળવા કર્યા છે, પરંતુ આ યાદીમાં તેણે હજી ભારતનો ઉમેરો કર્યો નથી. અમેરિકાના વિદેશ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિનો અભ્યાસ કરતા રહીને અમે અમારા દેશના વિમાનપ્રવાસીઓ માટેની અમારી સલાહ-ચેતવણી સતત અપડેટ કરતા રહીએ છીએ. કોરોનાના નવા પ્રકારથી જ્યાં સૌથી પહેલા ચેપ ફેલાયો હતો તે સાઉથ આફ્રિકા દેશને પણ અમેરિકાએ યાદીમાં સામેલ કર્યો છે.
અમેરિકાના નાગરિકોએ માત્ર એવા જ દેશોના પ્રવાસે જવું જ્યાં કોરોના-પ્રતિરોધક રસીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય એવી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) તરફથી સૂચના મળ્યા બાદ વિદેશ ખાતાએ તેની ટ્રાવેલ-ગાઈડલાઈન્સમાં સમીક્ષા કરી છે. જે દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે ત્યાં પ્રવાસે જવામાં ઓછું જોખમ છે એવું સીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં કોરોનાથી ૧૧ ભારતીય નાગરિકોના મોત, ૧૬નો ટેસ્ટ પોઝિટિવ…

Charotar Sandesh

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે જો બાઇડને વડાપ્રધાન મોદી સહિત ૪૦ નેતાઓને આમંત્રણ પાઠવ્યું…

Charotar Sandesh

અમેરિકામાં 13 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત…

Charotar Sandesh