Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ પર ૫૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું…

USA : અમેરિકાએ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીર વિશે જાણકારી આપનારાને ૫૦ લાખ ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભારત છેલ્લા ૧૨ વર્ષોથી આ આતંકવાદીને શોધી રહ્યું છે.
સાજિદ મીર મૂળ પાકિસ્તાનના લાહોરનો હોવાનું મનાય છે અને તે FBIની મોસ્ટ વૉન્ટેડની લિસ્ટમાં સામેલ છે. થોડા દિવસો પહેલા ભારતે પાકિસ્તાનને સાજિદ મીરના પ્રત્યાર્પણ કરવા માટે કહ્યું હતું, પરંતુ ઈમરાન સરકારે તેને નજર અંદાજ કરી દીધી હતી.
ભારત અને અમેરિકા બન્નેની તપાસમાં પાકિસ્તાની આતંકવાદી સાજિદ મીરને મુંબઈ હુમલા માટે દોષી માનવામાં આવ્યો છે. તાજેતરમાં અમેરિકન વિદેશ વિભાગ તરફથી વર્ષ ૨૦૧૯ની આતંકવાદી સબંધી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાનું પાકિસ્તાને નાટક કર્યું છે. ઈમરાન ખાનની સરકાર સાજિદ મીર વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહી, જ્યારે મુંબઈ હુમલાનો આ માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
FBI પહેલા જ સાજિદ પર ૫ મિલિયન ડૉલર એટલે કે ૩૭.૮૧ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરી ચૂકી છે. આતંકવાદી સાજિદ મીર ડેન્માર્કના એક મીડિયા હાઉસ પર હુમલા માલમે પણ વૉન્ટેડ બતાવવામાં આવ્યો છે.
સાજિદ મીર વિશે એવું કહેવાય છે કે, તેને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ૈંજીૈં સઘન સુરક્ષા પૂરી પાડી રહી છે. પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મસૂદ અઝહર પણ ૈંજીૈંના સુરક્ષા ઘેરામાં જ રહે છે.

  • Naren Patel

Related posts

કોરોનાનો કહેર, ૧૮૮ દેશ અને ૧૩,૦૩૩ મોત; સ્પેનમાં એક દિવસમાં પાંચ હજાર નવા કેસ…

Charotar Sandesh

અમેરિકામાં મહામારીની માર : કોરોનાથી ૨૪ કલાકમાં ૨૬૦૦ના મોત…

Charotar Sandesh

વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે : તાલિબાન

Charotar Sandesh