Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના ૨૩૨ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બનશે મહિલા નાણાંમંત્રી…

અર્થશાસ્ત્રી જેનેટ યેલેન બનશે મહિલા નાણાંમંત્રી…

USA :મેરિકી સેન્ટ્રલ બેંકની પૂર્વ ચેરમેન જેનેટ યેલેન અમેરિકાની પ્રથમ નાણાંમંત્રી બનવા જઇ રહી છે. અમેરિકી સાંસદે અર્થશાસ્ત્રી જેનેટ યેલેન માટે અમેરિકાની પ્રથમ મહિલા નાણાંમંત્રી બનવા માટેનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. સેનેટમાં જેનેટ યેલેનના સમર્થનમાં ૮૪ અને વિરોધમાં ૧૫ વોટ પડ્યાં છે. હાલમાં યેલેન શોધ સંસ્થા બુકિંગ્સ ઇન્સ્ટિટ્યુટમાં છે. તે ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ફેડરલ રિઝર્વની પ્રમુખ હતી. આ પહેલાં ૧૯૯૭થી ૧૯૯૯ સુધી તેઓ વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન હતાં.
અમેરિકામાં પ્રથમ વાર એક મહિલા નાણાંમંત્રી બનવા જઇ રહી છે. ૭૪ વર્ષના જેનેટ કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. યેલેનને આર્થિક મામલાઓની વધારે સમજ છે. જાણકારોનું જો માનીએ તો તેઓ બાઇડનની આર્થિક નીતિઓને આકાર અને દિશા આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
નિષ્ણાંતોનું કહેવું એમ છે કે, જેનેટ યેલેનના આર્થિક બાબતો વિશે ઘણી ઊંડી સમજ છે. તેઓ બાઇડનની આર્થિક નીતિઓને આકાર અને દિશા આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

  • Yash Patel

Related posts

નાસાએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો…

Charotar Sandesh

“તમારા દેશમાં પાછા જાવ ” : કેલિફોર્નિઆમાં આવેલા શીખ ગુરુદ્વારાના પૂજારી ઉપર હુમલો…

Charotar Sandesh

સ્મથ અને વાર્નરનાં આવવાથી આૅસ્ટ્રેલિયા ટીમને મજબૂતી મળીઃ બ્રેટલી

Charotar Sandesh