Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાનો ચીનને મોટો ઝટકો : રક્ષા સાધનો, તકનીકી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો…

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે નિર્ણય : પોમ્પિયો

USA : ભારતે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમેરિકાએ પણ ચીનને મોટો ઝટકો આપી દીધો છે. હોંગકોંગ પર નેશનલ સિક્યુરિટી એક્ટની જાહેરાત બાદ હવે અમેરિકન મૂળના અત્યાધુનિક રક્ષા સાધનો અને તકનીકીઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે આ પ્રતિબંધોને જાહેર કર્યા.

પોમ્પિયોએ ટિ્‌વટ કર્યું હતું કે આજે યુ.એસ. હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણો અને ડ્યુઅલ ઉપયોગ સંવેદનશીલ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. જો બેઇજિંગ હોંગકોંગને એક દેશ, એક સિસ્ટમ માને છે તો આપણે પણ નિશ્ચિત રીતે સમજવું પડશે. આ અગાઉ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અમેરિકન વિદેશ મંત્રીએ ચીન પર જોરદાર હુમલો કર્યો હતો.

અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના હોંગકોંગની સ્વતંત્રતા સમાપ્ત કરવાના નિર્ણયથી ટ્રમ્પ પ્રશાસનને હોંગકોંગને લઇ પોતાની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવાની તક આપી છે. ચીન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ પસાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આથી અમેરિકા હોંગકોંગને અમેરિકન મૂળના રક્ષા સાધનોનો રોકી રહ્યું છે.

તેમણે કહ્યું કે આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે લીધો છે. પોમ્પિયોએ કહ્યું કે હવે આપણે એ ભેદ નહીં કરીએ કે આ સાધન હોંગકોંગને નિકાસ કરવામાં આી રહ્યા છે કે ચીનને. અમે એ વાતનું જોખમ લઈ શકતા નથી કે આ સાધનો અને તકનીકી ચીનીના આર્મી પીપલ્સ લિબરેશન સુધી પહોંચી જાય જેનો મુખ્ય હેતુ કોમ્યુનિસ્ટ પાર્ટીની તાનાશાહીને કોઇપણ રીતે બનાવી રાખવાનો છે.

  • Nilesh Patel

Related posts

કોરોના બેકાબૂ : અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૫૧૪ લોકોના મોત…

Charotar Sandesh

ચીનને ફટકો : ટ્રમ્પે હોંગકોંગના પ્રેફરેન્શિયલ ટ્રેડનો દરજ્જો પણ સમાપ્ત કર્યો…

Charotar Sandesh

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેર સ્થિત શિવશક્તિ સેન્ટરમાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ઉત્સવની ઉજવણી…

Charotar Sandesh