Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૪૧ હજાર પોઝિટિવ કેસ નોંધાયા…

બ્રિટનના લીસેસ્ટરમાં લોકડાઉન લગાવાયુ…

USA : વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં ૧ કરોડ ૪ લાખ ૨૬ હજાર કેસ નોંધાયા છે. જેમાં ૫ લાખ ૮ હજાર ૫૨૦ લોકોના મોત થયા છે. ૫૬ લાખ ૮૨ હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકામાં ૨૬ લાખ ૮૧ હજાર ૮૧૧ કેસ નોંધાયા છે. ૧ લાખ ૨૮ હજાર ૭૮૩ લોકોના મોત થયા છે. ૧૧ લાખ ૧૭ હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૪૧ હજાર ૫૮૬ કેસ નોંધાયા છે અને ૩૩૮ લોકોના મોત થયા છે. સંક્રમણના કેસ વધતા ઘણા રાજ્યોને ખોલવાની યોજનાને અટકાવી દેવાઈ છે. જેમા કેલિફોર્નિયા સામેલ છે.
બ્રિટનના લીસેસ્ટર શહેરમાં લોકડાઉન લગાવાયું છે. સરકારી આંકડાં મુજબ સાત દિવસમાં અહીં કેસ વધી રહ્યા છે. આ દરમિયાન એક લાખ લોકોમાં ૧૩૫ લોકો સંક્રમિત થયા છે.
સંયુક્ત અરબ અમીરાતમાં ૧ જુલાઈથી ધાર્મિક સ્થળો ખોલાશે. અહીં સંક્રમિતોની સંખ્યા ૪૮ હજારથી વધારે થઈ ગઈ છે. ૩૧૪ લોકોના મોત થયા છે. જે યાત્રીઓનો રિપોર્ટ ૪૮ કલાક પહેલા નેગેટિવ આવ્યો છે તેઓને અહીં આવવાની પરવાનગી અપાશે.
બ્રાઝીલમાં ૧૩ લાખ ૭૦ હજાર ૪૮૮ કેસ નોંધાયા છે. ૫૮ હજાર ૩૮૫ લોકોના મોત થયા છે.

  • Naren Patel

Related posts

ચીને લદ્દાખ નજીક એલઓસી પર ૬૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કર્યા : અમેરિકા

Charotar Sandesh

ટીકટોકને અમેરિકામાં રાહતઃ પ્રતિબંધના આદેશ પર કોર્ટનો સ્ટે…

Charotar Sandesh

ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત, ૩૫ ઘાયલ

Charotar Sandesh