Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા : ટેકસાસના પાર્કમાં થઈ અંધાધૂંધ ગોળીબાર, ૧નુ મોત, ૬ ઘાયલ…

USA : અમેરિકાના ટેક્સાસના બ્રાયન શહેરમાં આવેલા એક પાર્કમાં હુમલાખોરે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાર્કમાં બેઠેલી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ૬ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગ ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવ્યા હતા. પોલીસે આ કેસમાં આરોપીને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગની ઘટના બ્રાયન શહેરના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બની હતી. ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૨ઃ૩૦ કલાકે બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર કેંટ મૂર કેબિનેટ્‌સનો કર્મચારી છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
રાષ્ટ્રપતિ જો બાઈડન પણ અમેરિકામાં વારંવાર ફાયરિંગની ઘટનાઓ અંગે ચિંતિત છે. તેઓ તેમાં લગામ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાઈડને કહ્યું હતું કે દેશમાં બંદૂક દ્વારા કરવામાં આવતી હિંસા એક મહામારી જેવું છે. આને રોકવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવશે.
જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઇડન બંદૂક નિયંત્રણ પગલાં હેઠળ પૂર્વ ફેડરલ એજન્ટ અને બંદૂક નિયંત્રણ જૂથ ગિફડ્‌ર્સમાં સલાહકાર ડેવિડ ચિપમેન વિસ્ફોટક બ્યુરોના ડિરેક્ટર તરીકે જાહેર કરવાના છે. તેના દ્વારા શસ્ત્રોની ખરીદી અને જાળવણી માટે પણ નવા કાયદા ઘડવામાં આવી શકે છે.
ગયા અઠવાડિયે એટલે કે ૩ એપ્રિલે ફાયરિંગને કારણે વોશિંગ્ટન ડીસીમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન કેપિટોલ હિલ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓને એક વાહને ટક્કર પણ મારી હતી, જેમાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું. કારની ટક્કર બાદ પોલીસે કેપિટલ સંકુલના બેરિકેડ્‌સ પર પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક શંકાસ્પદ પણ માર્યો ગયો હતો. અમેરિકન સરકારના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યારસુધીમાં ફાયરિંગમાં ૪૫૫ લોકો માર્યા ગયા છે.

  • Nilesh Patel

Related posts

પીએમ મોદીએ મને કહ્યું હતું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું : ટ્રમ્પ

Charotar Sandesh

મેલાનિયા ટ્રમ્પને છૂટાછેડા આપે તેવી કોઇ સંભાવના નથી : ભૂતપૂર્વ સલાહકાર

Charotar Sandesh

સતત ૪૨ મિનિટ દોડતા રહ્યાં ૯૬ વર્ષના દાદા : તોડયા તમામ રેકોડર્ઝ…

Charotar Sandesh