Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા ૧.૧૧ કરોડથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ૨૨ હજાર સહાય કરશે…

આ યોજનાને અમેરિકી પરિવાર બચાવ યોજના નામ અપાયું…

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોના મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલાં પરિવારો માટે એક મોટો નિર્ણય કર્યો છે. ૧.૧૧ કરોડ રૂપિયાથી ઓછી આવક ધરાવતાં પરિવારોના બાળકો માટે સરકાર ૧૮,૫૦૦ રૂપિયાથી ૨૨,૦૦૦ રૂપિયાની મદદ આપશે. આ યોજનાને અમેરિકી પરિવાર બચાવ યોજના નામ આપવામાં આવ્યું છે.
અમેરિકી અખબાર મુજબ આ યોજના ૧૫ જુલાઈથી લાગુ થશે અને આખું વર્ષ ચાલશે. આ યોજના પર ૧૩૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અને સ્થિતિ અનુસાર યોજનાની અવધિ ૨૦૨૫ સુધી પણ વધારવામાં આવી શકે છે. અને જરૂર પડશે તો આ યોજનાને સ્થાયી રીતે પણ લાગુ કરી શકાય છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય લાખો બાળકોને ગરીબીથી બહાર નીકળવાનો છે. જે હેઠળ ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ૨૨,૦૦ રૂપિયા અપાશે. તો ૬થી ૧૭ વર્ષની ઉંમરના બાળકોને દર મહિને ૧૮ હજાર રૂપિયા આપવામાં આવશે. યોજનાનો લાભ એ પરિવારને મળશે જે નિયમિત રીતે ટેક્સ ભરે છે. લાભાર્થીઓએ વર્ષ ૨૦૧૯-૨૦માં ટેક્સ ભર્યો છે કે નહીં તે પણ જોવામાં આવશે. અને તે બાદ જ આ પરિવારનો બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે.
બીજી તરફ કેલિફોર્નિયામાં ઓછી આવક ધરાવતાં ભાડૂઆતોને છેલ્લા ભાડાની ચૂકવણી કરવામાં આવશે. કોરોનાને જોતાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ યોજના પર ૩૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત સરકાર પાણી અને વીજળી બિલ માફ કરવા ઉપર પણ વિચાર કરી રહી છે.

  • Nilesh Patel

Related posts

કિંમ જોગ બન્યો યમરાજ : મોબાઇલ વાપરવા બદલ ૧૦ નાગરિકોને મોતને ઘાટ ઊતાર્યા…

Charotar Sandesh

USA : ઓસ્ટિન ટેક્સાસમાં વધુ એક ગોળીબારની ઘટના : ૧૨ લોકો ઘાયલ…

Charotar Sandesh

આ પાટીદાર યુવાન US માં બન્યો પોલીસ અધિકારી, ગુજરાતી માં માન્યો લોકોનો આભાર

Charotar Sandesh